અયોધ્યા મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે. ત્યારબાદ નેતાઓ અને અન્ય લોકોના નિવેદન આવવાની શરૂઆત થઈ ચુકી છે. મંગળવારે કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલએ આ મામલે નિવેદન આપતાં કહ્યું હતું કે અયોધ્યા મામલે સુનાવણી કઈ તારીખે થશે તે કોર્ટનો નિર્ણય હશે, ભાજપ કે કોંગ્રેસનો આ નિર્ણય ના હોય.
અયોધ્યા મામલે ભાજપ પર પ્રહાર કરતાં કપિલ સિબ્બલે ઉમેર્યું હતું કે જો સરકાર અયોધ્યા રામ મંદિર પર કાયદો બનાવવા માંગે છે તો તે કાયદો બનાવે કોંગ્રેસ તેમને રોકશે નહીં. સિબ્બલે મોદી સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે આ મુદ્દાને આગામી ચૂંટણીના કારણે ઉઠાવ્યો છે. નહીં તો શું સરકાર છેલ્લા ચાર વર્ષથી ઊંઘમાં હતી ?
મહત્વપૂર્ણ છે કે અયોધ્યા વિવાદને લઈ સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી ટળી હતી. આ સુનાવણી આગામી વર્ષે જાન્યુઆરી માસ સુધી ટળી ગઈ છે.