વેસ્ટ ઇન્ડિઝની વિરૂદ્ધ ચોથી વનડેમાં અંબાતી રાયડુએ કમાલનું પ્રદર્શન કરતાં સદી ફટકારી હતી. ત્યારબાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેના જોરદાર વખાણ કર્યા છે તેના પરથી લાગે છે કે ૨૦૧૯ના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયામાં સામેલ થઇ શકે છે. રાયડુ અને ઓપનર રોહિત શર્માએ ત્રીજી વિકેટ માટે ૨૧૧ રનની પાર્ટનરશિપની જે વિન્ડિઝની વિરૂદ્ધ ત્રીજી વિકેટ પર સર્વશ્રેષ્ઠ ભાગીદારી છે.
વિરાટે મેચ બાદ કહ્યું કે રાયડુને જે તક મળી, તેને તેણે બંને હાથોથી લીધી. આપણે તેને ૨૦૧૯ના વર્લ્ડ કપ સુધી સાથ આપવાની જરૂર છે. તે મેચ અને સ્થિતિને સારી રીતે ઓળખે છે અને સમજદારીથી બેટિંગ કરે છે. વિરાટે યુવા પેસર ખલીલ અહમદના પણ વખાણ કર્યા.
કેપ્ટન કોહલીએ કહ્યું કે ખલીલ શાનદાર પ્રતિભા છે. જો પીચ શ્રેષ્ઠ રહેશે તો તે કંઇને કંઇ પ્રાપ્ત કરી શકે છે. તે સાચી દિશામાં બોલિંગ કરે છે, ના તો વધુ શોર્ટ પિચ અને ના તો વધુ ફૂલ લેંથ પર. ખલીલે મુંબઇના બેબોર્ન સ્ટેડિયમમાં રમતા આ વનડે મેચમાં ૩ વિકેટ ઝડપી પાડી.
મેચમાં ૧૬૨ રનની ઉમદા ઇનિંગ્સ રમનાર રોહિત શર્માએ પણ રાયડુના વખાણ કર્યા. તેમણે કહ્યું કે આશા છે કે વર્લ્ડ કપ સુધી નંબર-૪ પર બેટિંગમાં હવે કોઇ પૂછશે નહીં.