પાટણ-બનાસકાંઠામાં પરવાનગી વગર ધમધમતા બાયો ડિઝલ પંપો

1638

પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં બીલાડી ટોપ માફક શરૃ થયેલા બાયો ડીઝલ પંપોની પરવાનગી બાબતે લાગતા વળગતા તંત્રના અધીકારીઓ અજાણ હોવાનુ જાણવા મળ્યુ હતુ. બંને જિલ્લામાં ગેરકાયદે શરૃ થયેલા બાયો ડીઝલ પંપોના સંચાલકોએ પેટ્રો કેમીકલ એકટ હેઠળ મંજુરી મેળવેલ છે કે કેમ તે બાબતે પુરવઠા વિભાગે ચુપકીદી સેવી લીધી હતી. પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં નેશનલ તથા સ્ટેટ હાઈવે પર શરૃ થયેલા બાયો ડિઝલ પંપો બાબતે રાધનપુર અને સીમના મામલતદારોને પુછતા તેને પોતાના વિસ્તારમાં આવા પંપો કયા છે તેની જ ખબર ના હોવાનુ જણાવ્યુ હતુ.

જયારે આવા પંપોના સંચાલકો પાસે એક્ષપ્લોઝીવ લાયસન્સ છે કે કેમ તે બાબતે મામલતદારે જણાવેલ કે આવા પંપો બાબતે  જોવાનુ ના હોય તેમજ આ પંપોને એક્ષપ્લોઝીવ લાયસન્સ લેવાનુ હોતુ નથી છતાં  તપાસ કરીશુ તેમ કહી ગોળ ગોળ જવાબો રાધનપુર અને સમી મામલતદારોએ આપ્યો હતા.  જયારે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેને અડીને ગેરકાયદેસર શરૃ થયેલા બાયો ડિઝલ પંપોના  સંચાલકોએ કોઈપણ જાતની પરવાનગી ના મેળવેલ હોઈ આવા પંપમાં વેચાતા ડિઝલની ગુણવત્તા બાબતે કોની જવાબદારી સમજવી તેમજ આવા પંપોની નજીકથી ગેસ તેમજ પેટ્રોલીયમ પ્રોડકટસની પાઈપ લાઈનો નીચેથી પસાર થાય છે.

જેમાં વિપુલ પ્રમાણમાં અત્યંત જવલનશીલ પ્રવાહી વહન થાય છે તો આવા ગેરકાયદેસર શરૃ થયેલા પંપોના કારણે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની ? ગેરકાયદેસર શરૃ થયેલા પંપો દ્વારા વેચાણ થતા ડીઝલ વાહનો ચલાવવા માટે ગુણવત્તા વાળા છે કે કેમ તેમજ જે જગ્યામાં આવા ગેરકાયદેસર પંપો શરૃ થયા છે તે જગ્યાઓ રીબેન ડેવલોપમેન્ટ હેઠળ મંજુરી મેળવેલ છે કે કેમ તેનો પણ અધીકારીઓ પાસે જવાબ મળ્યો ન હતો. જયારે આ પંપો પરથી વેચાણ થતા ડિઝલની આવક બાબતે  પંપોના સંચાલકો જીએસટી ભરે છે કે કેમ તે બાબતે પણ તંત્રએ અજાણ હોવાનુ જણાવ્યુ હતુ. વગર પરવાનગીએ શરૃ કરવામાં આવેલા આવા પંપો પરથી વેચાતા ડિઝલ ની ગુણવત્તા (ડેનસીટી) કેટલી છે. આ ફયુલ વાહનોમાં વાપરવા લાયક છે કે કેમ તેની તપાસ કોણ કરશે તેનો જવાબ તંત્ર પાસેથી મળવા પામ્યો ન હતો. જયારે પાટણ જિલલા કલેકટર તેમજ જિલ્લા પુરવઠા અધીકારીએ ફોનના ઉપાડતા તેઓનો જવાબ મળવા પામ્યો ના હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાધનપુર ભાભર રોડ પરના ગાંગુણ ગામ નજીક બનાવવામાં આવેલ બાયો ડિઝલ પંપના માલિક સુરેશભાઈના જણાવ્યા અનુસાર તેઓએ પંપ બનાવવા માટે નેશનલ હાઈવે ઓથોરીટીઝની મંજુરી મેળવેલ છે તેમજ પેટ્રોલીયમ પેદાશ વેચવા માટે જરૃરી તમામ વિભાગની મંજુરીઓ મેળવેલ છે. તમામ વીભાગની મંજુરીઓ મેળવ્યા બાદ પણ તેમમનો પંપ શરૃ થવા પામ્યો નથી. તો ગામે ગામ બીલાડીની ટોપની જેમ શરૃ થયેલા પંપો બાબતે તેઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ. બાયો ડિઝલ પંપો પોતાના વિસતારમાં કેટલા છે તે બાબતે રાધનપુર મામલતદાર પરમારે અજાણ હોવાનુ જણાવ્યુ હતુ તેમજ એક્ષપ્લોઝીવ લાયસન્સ પંપોવાળાએ લેવાનુ હોય તે બાબતે  જોવાનુ હોતુ નથી. હવે  આવા પંપોની તપાસ કરીશુ તેવુ કહી પોતાની જવાબદારીમાંથી છટકવાની કોશીશ કરી હતી.

Previous articleઆઈસીસીની આચારસંહિતાના ભંગ કરવા બદલ ખલીલ અહમદ દોષી જાહેર
Next articleજળ સંચયના ૨ રોડથી વધુના કામો બાદ નાણા ચૂકવાયા નથી