રાજસ્થાનમાં જોવામળેલા ઝીકા વાયરસના પગલે ગુજરાતમાં પણ અગમચેતીના ભાગરૂપે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓમાં રેલવે અને એસટીસ્ટેન્ડ પર રાજસ્થાનના મુસાફરોનું સ્ક્રિનીંગ કરવાની સુચના આપવામાં આવી છે. ગાંધીનગરમાં પણ ઉપરોક્ત સુચનાના પગલે રાજસ્થાની મુસાફરોનું સ્ક્રિનીંગકરવામાં આવશે. ખાસ કરીને દિવાળી બાદ પાટનગરમાં પ્રવેશતા રાજસ્થાની મુસાફરો પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં જ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા શહેરમાં વસવાટ કરતા રાજસ્થાની મજુરોનુ સર્વેન્સ કરવામાં આવ્યુ હતું. ઝીકા વાયરસ ચેપીરોગ હોવાના કારણે તે ગુજરાતમાં પણ પ્રવેશ કરી શકે તેવી શક્યતા વધી ગઇ છે. જોકે, ઝીકાને ગુજરાતમાં પ્રવેશતા અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવાના અદેશો છોડયા છે. જેમાં ખાસ કરીને જે જિલ્લાઓ રાજસ્થાન બોર્ડને અડીને આવ્યા છે ત્યાં ખાસ સાવચેતી રાખવાની સુચના આપવામાં આવી છે. જિલ્લામાં રેલવે અને એસટીસ્ટેન્ડ ખાતે બહાર ગામથી આવતા રાજસ્થાની મુસાફરોનું સ્ક્રિનીંગ કરવાની પણ સુચના આપવામાં આવી છે. સાથેસાથે ઉપરોક્ત સ્થળે પેરામેડિકલ સ્ટાફને પણ ખડેપગે રહેવાનું જણાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છેકે, રાજસ્થાનમાં ઝીકા વાયરસના ૧૦૦ જેટલા પોઝીટીવ કેસ નોંધાયા છે. ઝીકા વાયરસ ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા ફેલાવતા એડીસ ઇજીપ્તી મચ્છરોથી ફેલાય છે. આ રોગ જીવલેણ નથી. પરંતુ ગર્ભવતી મહિલાઓને જો આ રોગ થાય તો તેને જન્મનાર બાળકના મગજ પર તેની અસર રહે છે. જેના કારણે બાળકને મગજનો લકવો થઇ શકે છે. પ્રારંભિક તબક્કામાં સરકારે ૧૮૦૦ જેટલા સેમ્પલ લીધા હતા. જે નેગેટિવ આવ્યા હતા.
આ મામલે જિલ્લા મેલેરિયા અધિકારી મમતાબેન દત્તાણીએ જણાવ્યુકે, માઇક્રોકેફીલી ચાઇલ્ડ જન્મે તો તે અંગે જાણ કરવા તેઓ દ્વારા હોસ્પિટલોને સુચના આપવામાં આવી છે. ઝીકા વાયરસ ડેન્ગ્યુ અને ચિકુન ગુનિયાના મચ્છરોથી ફેલાતા હોવાના કારણે તેઓનુ પ્રથમ લક્ષ્યાંક ડેન્ગ્યુને કંટ્રોલમાં રાખવાનો રહેશે. આ માટે ડેન્ગ્યુ મચ્છરોની નાબુદી માટે ખાસ ઝુંબેશ શરૂ કરવા પર ભાર મુકવામાં આવશે.
એક સર્વે પ્રમાણે ઝીકા વાયરસના ૮૫ ટકા કેસોમાં ખ્યાલ જ આવતો નથી કે તે ઝીકામાં સપડાયો હતો. માત્ર ૧૫ ટકા કિસ્સામાં જ ઝીકા અંગે જાણકારી મળે છે. જેમાં પણ સગર્ભા બહેનોને માઇક્રોકેફીલી બાળક જન્મે ત્યારે તેની જાણ થાય છે.
આવા કિસ્સામાં ઝીકાને કેવી રીતે કંટ્રોલમાં લેવો અને તેને અટકાવવો તે તજજ્ઞા ડોક્ટરો માટે પણ પડકારરૂપ છે.
ઝીકા વાયરસનો પ્રથમ કેસ ૧૯૪૭માં વાનરમાં જોવા મળ્યો હતો. યુગાન્ડાના ઝીકા નામે ઓળખાતા જંગલોમાં આ વાયરસ જોવા મળતા તેને ઝીકા વાયરસ તરીકે નામ આપવામાં આવ્યુ હતું. ત્યારબાદ પાંચ વર્ષ બાદ સૌ પ્રથમ માનવમાં ઝીકા વાયરસ દેખાયો હતો. અત્યારે વિશ્વના ૮૪ દેશોમાં ઝીકા વાયરસનો પ્રભાવ છે. ઝીકા વાયરસની શોધ એલેકઝાન્ડર જોન હેડો નામના રીસર્ચરે કરી હતી. તેઓ યુગાન્ડાના જંગલોમાં યલો ફિવર પર રીસર્ચ કરી રહ્યા હતા ત્યારે તેઓને પ્રથમ વખત વાનરમાં આ વાયરસ જોવા મળ્યો હતો.
ઝીકા વાયરસની વિશ્વના વૈજ્ઞા।નિકો રસી શોધી શક્યા નથી. પરંતુ ફ્રાન્સના વૈજ્ઞા।નિકો આ વાયરસની રસીની શોધની નજીક છે. પ્રાપ્ત વિગતો મુજબ, જુન ૨૦૧૬માં ફ્રાન્સના પાશ્રવર ઇન્સ્ટીટયુટના સંશોધકોએ શોધી કાઢયુ હતુકે, ઝિકા અને ડેન્ગ્યુના તાવ બંને એક જ એન્ટીબોડીઝ દ્વારા નિશ્ક્રિય કરી શકાય છે. જે બંનેને દુર કરવા માટે સુપર રસીની શક્યતા તરફ દોરી જાય છે. ડન્ગ્યુ અને ઝીકાના વાયરસ એક સમાન છે. તે બંને એક જ વાયરલ કુટુંબ સાથે સંકળાયેલા છે. જેને ફેલિપિવીરીડે કહેવાય છે.જોકે, વૈજ્ઞા।નિકો હજુસુધી ઝીકાની રસી શોધી શક્યા નથી. પરંતુ તેઓ ડેન્ગ્યુની સાથે ઝીકાની રસી શોધવાની ખુબજ નજીક હોવાનું જણાઇ રહ્યુ છે.