પ્રાંતિજ નજીકથી પસાર થતી સાબરમતી નદીના ચેક ડેમ આગળ છ એક માસ અગાઉ પટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ચોમાસા દરમ્યાન નદીમાં પાણીનો પ્રવાહ વહેતાં પાણી સાથે પટ પણ ધોવાઇ ગયો છે.
બીજી બાજુ નદીના સતત વહેતાં પાણીનો પ્રવાહ હજુ પણ વહેતાં તુટેલા પટમાં નાના નાના ધોધ પડતાં હોય તેવા નયન રમ્ય દ્રર્શ્યો જોવા મળી રહ્યા છે. જેને લઇ શનિવાર અને રવિવારના દિવસે અહીંથી મહુડી તરફ દર્શનાર્થે જતાં પ્રવાસીઓ ઘડી બે ઘડી ઉભા રહી નદીની સુંદરતાને નિહાળવાની સાથે ફોટોગ્રાફી કરતાં નજરે પડે છે.