જેની કિંમત ન હોય એ વસ્તુ જ અમુલ્ય હોય – પુ. બાપુ

1554

તલગાજરડાની પરમ પાવની તીર્થ ભુમિ પર આજના ચોથા દિવસે માનસ ત્રિભુવન અંતર્ગત પૂજય બાપુના શ્રીમુખે રઘુનાથગાથાનું ગાન આરંભાયું કથાના મંગલાચરણ પહેલા પૂજય બાપુના વરદ હસ્તે રામકથાની ત્રણ પુસ્તીકાઓ માનસ સહા (જાપાન) માનસ ક્રિષક્ધાકાંડ(અબુધાબી) અને માનસ માૃતદેવો ભવ (વૈષ્ણવદેવી)નું લોકાર્પણ થયું. કવિશ્રી અંકીત ત્રિવેદીએ પોતાના બે પુસ્તકો વ્યાસપીઠના શ્રીચરણોમાં અર્પણ કર્યાં.

પૂજય બાપુએ કહ્યું કે પોતાની કોઈ વસ્તુ વેચાવી ન જોઈએ. હું સમજું કે જગતમાં નિઃશુલ્કની કિંમત નથી હતોી. પણ જેની કિંમત ન હોય એ વસ્તુ જ અમુલ્ય હોય. વ્ય્વહાર પક્ષમાં વેચાણ થાય એ બરોબર પણ હું વ્યવહારનો માણસ નથી મને વ્યવહાર અને વ્યવસ્થા ન ફાવે બાપુએ કહ્યું કે તલગાજરડામાં મારી કોઈ વસ્તુ વેચાવી ન જોઈએ આ વિશ્વ એટલું  વિષાદમાં છે કે એને હવે પ્રસાદની જરૂર છે. વેચાવું મને ન પોસાય. મારા ધ્યાન સ્વામિ બાપાથી લઈને જો બધા વહેંચાઈ ગયા હોય તો હું તો કઈ વાડીનું મુળું? જો કે બાપુએ કહ્યું કે આ બહુ મોટો નિર્ણય છે એ કેમ ગોઠવાશે એ મને ખબર નથી. પણ થાય તો ઠીક, આગળ આગળ જોઈએ છીએ.

બાપુએ કહ્યું કે હિન્દીભાષી, તમે ગુજરાત સમજવા મંડો સોળ વરસે જયારે મારી ભોમકામાં કથા થાય ત્યારે ગુજરાતીની વચ્ચે હિન્દી બોલવા જાઉ તો અસહજ લાગે છે.

રામકથામાં મારા માટે બધું જ આવી જાય છે. છતાં દાદાની વાત કરતા બાપુએ કહ્યું કે મને જીજ્ઞાસા નહોતી, ભરોસો હતો એટલે હું દાદાને બહુ પુછતો નહીં અમે નિમ્બાર્કી છીએ. અમારા ઈષ્ટદેવ રાધાકૃષ્ણ છે. છતાં અમારી પરંપરામાં રામાયણ કયાંથી આવ્યું !

બાપુએ પ્રસંગ યાદ કરતાં કહ્યું કે પોતે નવ વર્ષના હતા ત્યારે દાદાએ એક વર્ષ સુધી ગુરૂવંદનાનું પ્રકરણ શીખવ્યું વાતમાંથી વાત નિકળતા દાદાએ વગર પુછયે કહ્યું કે કદાચ તને મનમાં પ્રશ્ન થતો હશે કે તમારા ગુરૂ કોણ ? એમ કહીને બાપુએ દાદાજીએ જે આંતર્‌ ભાવોના આકાશનો ઉધાડ કર્યો એની વાત કરી વૃદાએ કહ્યું કે ત્રિભુવન દાદાને રામકથા પોતાના દાદા પાસેથી પ્રાપ્ત થઈ. ત્રિભુવનદાસના દાદા પ્રેમદાસએ બાપુના ગુરૂના ગુરૂ અને પ્રેમદાસ બાપુના ગુરૂ જીવણદાસ બાપુ જે મુળ નાગર હતાં.

પીઠોડિયા હનુમાને પોતેબ ચપણથી જતા એ ઘટના યાદ કરી એ વખતે કોંજળી નાગરનું ગામ કારણ કે જીવણદાસ મહેતા પોતે નાગર હતા તેથી કોંજળીમાં કોઈ વ્યસની ન હતાં. જીવણદાસબાપા ધ્યાન સ્વામિબાપાના શિષ્ય બન્યા અને માર્ગી સાધુ બન્યા.

અનુયાયી અને શિષ્ય ફેર છે. અનુયાયી કદી શરણાગત ન થઈ શકે. શરણાગત કેવળ શિષ્ય જ થઈ શકે. અનુયાયી થોડું લઈને નિકળી જાય. શિષ્યને થોડાથી સંતોષ ન હોય. અનુયાયી અનેક હોય શિષ્ય તો કોઈક જ હોય. ગુરૂ બાંસુરી જેવી વાણી લઈને એવો આટો જગતના સરોવરમાં નાખે ત્યારે એમાંથી જ ચુનંદા શિષ્યો જ ગુરૂ પાસે આવે.

હું કોઈનો ગુરૂ નથી. હું કેવળ મારા સદગુરૂ ત્રિભુવનદાદાનો શિષ્ય છું. મારા ફોલોવર્સ કોઈ નથી. મારી માનસ વાટીકાના બધા ફલાવર્સ છે. આ બહુ મોટી ફલાવર વેલી છે. એ ફલાવર્સનો હું માલિક નથી, થોડો ધણો માની છું.

બુદ્ધ પુરૂષને સામાજિક કાર્યો કરવાની પણ મનાઈ છે. ધર્મ ગુરૂને છુટ છે. પણ બુદ્ધ પુરૂષો આવા કામમાં પડે જ નહીં. બુદ્ધ પુરૂષ રમણ મહર્ષિની જેમ એક ખુણામાં બેઠા બેઠા જગત માટે કલ્યાણકારી હોય એવું બધું જ કરે. સત્કર્મ તમે કરો તો ય તમારા બુદ્ધ પુરૂષને પુછીનેક રજો. કારણ કે તમારા સત્કર્મો ય તમારા માટે ઘણીવાર યોગ્ય ન હોય. બુદ્ધ પુરૂષ સત્કર્મ કરવાની ના પડે તો માઠું ય ન લગાડવું. એમાં જ તમારૂ ભલું હોય. ગુરૂ અને શિષ્યની પરર્પરા બહુ ઉઝળી છે અને બધા સંબંધોથી અલગ છે.  ગુરૂ ધ્યાન સ્વામિએ જીવણદાસ બાપુને સંસારી બનવાનો આદેશ આપયો. ગુરૂ પરંપરા વાંનણી નથી હતો,ી દુઝણી હોય છે. આમ જીવણદાસ બાપુના ગુરૂ ધ્યાન સ્વામી બાપા. દાદાગુરૂએ બાપનુ કહ્યું કે ધ્યાન સ્વામિ બાપા આપણી પરંપરાનો મુળ સ્ત્રો. પણ તું કોઈ વ્યકિતને યાદ ન રાખતો આપણી ગુરૂ પરંપરાનો મુળ પુરૂષ ધ્યાન છે. ધ્યાનનો બહુ મોટો મહિમા છે. ધ્યાનએ સતયુગી પરંપરા છે. દાદા કાંઈ ભણેલા નહીં છતા એમણે કહ્યું કે આપણી મુળ પરંપરા, આપણો મુળ ગુરૂ તો ધ્ય્ન જ છે. ગુરૂની કૃપા મોક્ષમુલ્યમ્‌ છે. દાદાએ વ્યકિત પરંપરાનો છેદ ઉડાડી દીધો.  અમારા ચેતન સમાધિ કહેવાય પણ સમાધિને સમાધિ જ રહેવા દો ને વિશેષણ મુકત કારણ કે સમાધિ ચેતન જ હોય જે ચેતન ન હોય એ સમાધિ ન હોય. દાદાએ બીજુ સુત્ર આપ્યો નારાયણ આપણો ગુરૂ છે. નારાયણદાસ એમની પરંપરાના સાધુ એમાંથી દાદાએ નારાયણને ગુરૂ માન્યા. દાદાએ ત્રીજી વાત કહી કે પ્રેમ આપણો ગુરૂ છે. પ્રેમદાસ વ્યકિતમાંથી પ્રેમ દાદાએ ગુરૂપદ આપ્યું. અને છેલ્લે રઘુકુળમાં આવેલો રામ એટલે રઘુરામ દાદા પણ વ્યક્તિ નહીં, રામ આપણો ગુરૂ મારા માટેતો રઘુકુળમાં આવ્યો એ જ મારો રામ. રઘુરામબાપાનો અમારા વંશમાં ધ્યાન સ્વામિ, નારાયણદાસ, પ્રેમદાસ, રઘુરામદાસએ અમારો વેલો છે. પણ દાદાએ મને જે ગુરૂ આપ્યાએ વ્યકિત તરીકે નહીં, ધ્યાનગુરૂ, ભગવાન નારાયણ ગુરૂ, પ્રેમગુરૂ, રામગુરૂ…એ બાપુને દાદાએ શીખવ્યું રઘુકુળમાં જન્મેલો રામ એ બાપુની ગુરૂ પરંપરા અને એ પરંપરામાં છેલ્લે આવે ત્રિભુવન ગુરૂ અને ત્રિભુવન પદ મળી જાય છતાં અમે આખરે તો પ્રભુના દાસ (જે બાપુના પિતાશ્રી) અને એમ બાપુએ અશ્રુપુૃણ સ્વરે દાદાને સ્મરીને કહ્યું કે હે દાદા! મને એવી સ્મૃતિ આપો કે હું મારા શ્રોતાઓને આપી શકું. આમ દાદાજીએ ધ્યાન સમાધિ માંડી પ્રભુદાસબાપુ સુધીના દરેકનો વ્યકિત તરીકે છેડ ઉડાડી ગુણાતિત ગુરૂ તરીકે સ્થાપ્યા છે. તલગાજરડાની કુળદેવી ઋકમણિ છે. પણ મારા માટે તલગાજરડાની કુળદેવી અહિંસા છે. આ દેશમાં વેદ અને મહાભારત અહિંસાને જ પરમ ધરમ માને છે.

બાપુને દાદાએ કહ્યું કે બ્રહ્મ ભોજન છે એને બહુ ખાવો અને પ્રેમ જળ છે. એને બહુ પીવો. આ બે વૈષ્ણવી પરંપરાના પરાગ છે. બુદ્ધિભલે તર્કો કરે પણ જયાં હરિભજન હોય ત્યાં હરિભોજન હોવું જ જોઈએ. હરિભોજન વિના કથા ચાંદલા વિનાની સુહાગણ છે.

શ્રાવકના પ્રશ્નના ઉત્તરમાં બાપુએ જણાવ્યું કે ત્રિભુવનદાસ મારી દ્રષ્ટીએ કથાકાર નથી. તેમણે કથા કરી નથી. મને કથા ખવડાવી છે ને પીવડાવી છે. કાકીડીમાં મહાભારતના કથા પ્રસંગો કહેતા. દાદાને ગાતા બહુ સારૂ આવડતું પણ બહુ ગાતા નહીં. બોલતા બહુ સારૂં આવડતું બહુ બોલતા નહીં. દાદાને સ્મરતા બાપુએ કહ્યું કે તેઓ રામવનવાસનો પ્રસંગ કહેતા ત્યારે એમ લાગતું કે જાણે અમારા ઘરેથી રામનો વનવાસ થતો હોય. બાપુએ કહ્યું કે અમારી તલગાજરડાની પરંરપમાં કોઈએ કથા કરી નથી. પણ દાદાએ અંતિમ અવસ્થામાં હોય ઉંચો કરી, ગળા પર લગાડી મને કથા ગાવાનું કહ્યું ત્યારથી આ કથા પરંપરા શરૂ થઈ.

બાપુએ શબ્દ કોષના આધારે ભગવાન મહાદેવ સાથે જોડીને આધ્યાત્મિક અર્થો સંભળાવ્યા  ત્રિ, ભૂ, વ અને ન એ ચારે વર્ણના શાસ્ત્રીય વ્યાકરણિય, સાહિત્યીક અર્થ બાપુએ સમજાવ્યા. ત્રિભુવનગુરૂ શિવને આ ચારે અક્ષરના અર્થ વ્યકત કરે છે.

કથાના ક્રમમાં પૂજય બાપુએ યાજ્ઞવલ્કયજીના મુખે રામકથાના પ્રારંભે  ભગવાન શિવના ચરિત્રનું રસપ્રદ વર્ણ કરાવશું. કુંભજ ઋષિના આશ્રમ શિવ અને સતિનું કથા શ્રવણ, સતિનો સંશય, સતિ દ્વારા પરીક્ષા, શિવ દ્વારા સતિનો ત્યાગ, દક્ષ યજ્ઞમાં સતિનું અગ્નીસ્નાન, યજ્ઞભંગ, હિમાલયના ઘરે શૈલની પધ્ધતિનો જન્મ, પાર્વતીજીનું કઠોર તપ, કામ દહન સુધી કથાને લઈ જઈ, આવતીકાલે શિવવિહાર અને રામજન્મની કથા બાકી રાખી, પૂજય બાપુએ કથાને વિરામ આપ્યો.

માનવ ત્રિભુવનની સાથે સાથે

આજની કથામાં કવિશ્રી તુષાર શુકલ, શ્રી અંકીત ત્રિવેદી, શ્રી ભદ્રાયુ વચ્છરામની,પદ્મશ્રી મધુરભાઈ સવાણી, શ્રી સાગર રાયકા, શ્રી માયાભાઈ આહિર, ભજન સમ્રાટ શ્રી હેમંત ચૌહાણ, ભગવતાચાર્ય ભુપેન્દ્રભાઈ પંડયા, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિ રહી. ઉપરાંત જુનાગઢના જીવનદાસબાપુ, પુરૂષોત્તમપુરી બાપુ (ભજનીક) ઉપસ્થિત રહ્યાં.

આજની કથાના પ્રારંભ પુર્વે રામકથની બુકલેટના સંપાદક નીતિન વડગામા સંપાદિત માનસ સહજ, માનસ કીષ્કીંધાકાંડ અને માનસ માતૃદેવોભવનું પૂજય બાપુના પાવન હસ્તે લોકાર્પણ કરતાં જણાવ્યું કે ભગવાન કૃષ્ણ ગીતામાં જો કોઈ ગામને પોતાની વિભુતિના રૂપમાં ગણાવ્યું હોત તો નિશ્વિતપણે એક કહ્યું હોત કે ગામડામાં હું તલગાજરડા છું એવું આ તીર્થભુમિનું મહાત્મ્ય જણાય છે.

પૂજય બાપુએ કથા પ્રારંભે પોતાના આગવા ભાવ અને લ્હેકાથી શ્રાવકોને ત્રણ વાર બા…..પ, બા…..પ, મારા બાપ…. સંબોધન કરી શ્રાવકોના ભાવજગતને ઝંકૃત કરી દીધું.

બાપુએ કહ્યું કે આજકાલ આપણા હિતુચ્છુઓ દ્વારા એક વાત ચાલે છે કે બાવો બગાડે અને સાધુ સુધારે – આ કયા ભાવમાં કહેવાય છે એ હું સમજું છું. પણ વેપારમાં વ્યવહારમાં હોય મારી વ્યાસપીઠને સમજનાર સમર્પિત લોકો સમજે છે કે મારી વસ્તુઓ પ્રસાદીના રૂપમાં બિલ્કુલ નિઃશુલ્ક મળે. મારો હનુમાન એની વ્યવસ્થા કરી દેશે. બાપુએ પોતાના ફોટા ખરીદવાની ના પાડી. તેમણે કહ્યું કે માણસએ કહેવાય કે જે ફોટામાં ન સમાય. મારા ધડાકા બાવાના ધડાકા છે. આ ગાંડપણ છે, શાણપણ નથી પણ જેની પાસે શાણપણ હશે એની પાસે આંસુંડા નહીં હોય. બદાયું સાહેબ

કીતના મહેકુઝ ર્હું ઈસ કોને મેં,

અબ કોઈ અડચન નહીં અબ મુજે રોને મેં

બાપુએ કહ્યું કે કોઈ મને કહેશે કે તમારો ફોટો પ્રસાદીમાં મન્ય્‌ છે ત્યાર હું બહુ ખુશ થઈશ. એક સાધકે બાપુએ કહ્યું કે પોતે આજે કથા ભરવા આવ્યા છે. બાપુએ આ શ્રાવકને સાધુવાદ આપ્યા. જેમ પુનમ ભરે એમ શ્રોતો કથા ભરે. એ વિચાર બાપુને ગમ્યો.  સ્વયંસેવકોને બાપુએ કહ્યું કે વિવેક રાખજો તલગાજરડાનું અતિથ્ય ન અભડાય. સ્વયંસેવક સેવાની સાથે શીલ રાખે.

રત્નકણિકા

*             સાધુને સંઘર્ષ ન હોય, સમર્પણ હોય.

*             તલગાજરડાની કુળદેવી અહિંસા છે.

*             નિરોગી રહેવા માટે ખોરાક સમ્યક્‌ રાખો. યુકત આહાર અને યુકત વિહાર ખેતી નીદ્રા પણ યુકત થઈ જશે.

*             હેતુ અને કારણ વગર જે વૈરાગ્ય આવે તેજ સાચો વૈરાગ્ય

*             સાચો વૈરાગી અસંગ અને ઉદાસીન હોય છે.

*             રામ શ્લોક દેવતા છે, મહાદેવ લોકદેવતા છે. શ્લોક અને લોકને ભેગા કરી એવી જરૂર છે.

મૌન અને મુસ્કુરાહટ જેના ઘરેણા હશે એવા બુદ્ધ પુરૂષ જગતને બહુ ઉપયોગી

*             ગુરૂ પરંરપ વા/જણી નથી હોતી, દુઝણી હોય છે.

*             નાગર, સમાજની એક જ્ઞાતિ માત્ર નથી, સમાજની નાગરવેલ છે.

*             શરણાગત અને શિષ્ય તરીકે આપણું નામ (બુદ્ધ પુરૂષ પાસેથી) નિકળી જાય એ અધ્યાત્મ બહુ મોટો ખોટનો ધંધો છે.

*             નિયતિનું સન્માન નિયંતાએ પણ કરવું પડે છે.

*             રૂપ બદલી શકાય, સ્વરૂપ ન બદલી શકાય. પ્રભાવ બદલાય, સ્વભાવ ન બદલાય,

*             સત્કર્મ કોઈને દેખાડી દેવા કદી ન કરવું, સત્કર્મ તો સમર્પણથી થાય.

*             મા-બાપના ઘરે, મિત્રના ઘરે, સદગુરૂના ઘરે અને સર્વહિત કાર્યમાં આમંત્રણ વિના

Previous articleરાજુલાની પુંજાબાપુ ગૌશાળા દ્વારા દિવાળી નિમિત્તે ગરીબોને મિઠાઈ અને વસ્ત્રદાન
Next articleભાલવાવ ગામને અછતગ્રસ્ત જાહેર કરવા થયેલી માંગણી