લાઠી તાલુકાના ભાલવાવ ગામના સરપંચ તેમજ ગામના ખેડૂત આગેવાનો સાથે લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયાની આગેવાની નીચે ભાલવાવ ગામને અછતગ્રસ્ત જાહેર કરો પશુપાલકોને ઘાસચારો પૂરો પાડો ખેડૂતોને વીજળી બિલ માફ કરો પાક વીમો ઝડપથી ચૂકવો ખેત મજુરોને રોજગારી આપો આવી વિવિધ માંગણીઓ સાથે લાઠી પ્રાંત અધિકારી બોડાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું.