નિર્મળનગરમાંથી ર૮ પેટી ઈંગ્લીશ દારૂ સાથે બે ઝબ્બે

1357

શહેરના નિર્મળનગર આટામીલ પાસેના રહેણાંકી મકાનમાં એસ.ઓ.જી. રેડ કરી ઈંગ્લીશ દારૂની ર૮ પેટી સાથે બે શખ્સોને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વજીતસિંહ ઝાલાને સંયુકતમાં મળેલ બાતમી આધારે નિર્મળનગર, આંટા મિલનો ઢાળ પાસે વસીમભાઇ ઉસ્માનભાઇ ગોરીના રહેણાંકી મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૩૬ (પેટી નંગ-૨૮)  કિ.રૂ઼ ૧,૦૦,૫૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૨ મળી કુલ કિ.રૂ. ૧,૦૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી વસીમભાઇ ઉસ્માનભાઇ ગોરી, શાહરૂખ ફિરોજખાન પઠાણ રહે.-બન્ને નિર્મળનગર, ભાવનગર વાળાને પકડી પાડી આરોપી સામે પ્રોહી. એકટ તળે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleસરકારી કચેરીના કર્મચારીઓને ઓફીસ મેનેજમેન્ટ વિષય પર તાલીમ અપાઈ
Next articleકુંભારવાડાના યુવાનની હત્યાના આરોપી પોલીસના હાથવેંતમાં