શહેરના કુંભારવાડા બાુનેબનની વાડીમાં રહેતા યુવાનની ગઈકાલે ખાર વિસ્તારમાંથી હત્યા કરાયેલી હાલતે લાશ મળી આવી હતી. બનાવ અંગે મૃતકના પિતાએ બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના કુંભારવાડા બાનુબેનની વાડી ખાતે રહેતા જેન્તીભાઈ છગનભાઈ મકવાણાએ બોરતળાવ પોલીસમાં ફરિયાદ આપી છે કે આ જ વિસ્તારમાં રહેતા સાગર જેન્તીભાઈ વેગડ અને રામા કાનાભાઈ બારૈયા સાથે તેના દિકરા મનોજને અગાઉ ઝગડો થયો હતો. જે અંગેની દાઝ રાખી ગઈકાલે બન્ને શખ્સો મનોજને ખાર વિસ્તારમાં લઈ જઈ દારૂ પીવડાવી લાકડી વડે માથામાં માર મારી હત્યા નિપજાવી છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે બન્ને આરોપીઓ પોલીસના હાથવેતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.