સાવરકુંડલાના આદસંગ ધામે સતનામ વાહેગુરૂ ઉદાસી સમર્થ સંત પ્રેમદાસબાપુની ૭પમી નિર્વાણ તિથિનું ભવ્ય આયોજન તા.૧પ-૧૧-ર૦૧૭ સવારે ૯ કલાકે સમાધી પૂજન બપોરે મહાપ્રસાદ અને રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમ જેમાં હજારોની સંખ્યામાં ઉદાસી સેવકોનો માનવ મહેરામણ ઉભરશે.
રાજુલા નજીક સાવરકુંડલા તાલુકાના આદસંગ ધામે સતનામ વાહેગુરૂ ઉદાસી સમર્થ સંત પ્રેમદાસબાપુની ૭પમી નિર્વાણ તિથિનું મઢી તરફથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉદાસી ધુણાવાળા સંત પ્રેમદાસબાપુની સમાધિ પૂજન સવારે ૯ કલાકે બપોરે ૩ ગામનું બટુક ભોજન તથા ગામના સમસ્ત જ્ઞાતિના ઉદાસી સેવકો હોય કે ગમે તે ધર્મ પાળતા હોય કારતક સુદ ૧૧ના દિવસે સર્વે જ્ઞાતિ મળી સંમતિથી માત્ર પ્રેમદાસબાપુની મઢીએ ૧ મહિનાની વાર હોય ત્યાં ઉદાસી સેવક સમાજ રાત દિવસ જોયા વિના સેવામાં લાગી જાય છે તેમજ રાત્રે ભવ્ય સંતવાણી આરાધકો જયદિપ સોની, દલસુ પ્રજાપતિ, કરણદાન ગઢવી અને રાણીબહેન ઓડદરાના સંતવાણી કાર્યક્રમમાં ભજનની ધારા વહેવડાવશે. આદસંગ ગામે મઢીમાં ખુદ પ્રેમદાસબાપુએ ધુણો ચેતન કર્યો તેવો જ ધુણો પ્રથમ ગીરમાં ખજુરીના નેસ, સાણાવાકીયા, નાજાબાપુ વરૂની વાડીમાં ધુણો ચેતન કર્યો ત્યાં પણ આજે બટુક ભોજનથી લઈ હજારો ઉદાસી સેવકો, સાધુ સંતોનો લાભ જોવા મળશે.