દક્ષિણ ગુજરાત તથા મહારાષ્ટ્રના મુંબઈ સહિતના શહેરોથી માદરે વતન દિવાળી પર્વ નિમિત્તે આવતા લોકો આ વર્ષે સડક માર્ગના બદલે સમુદ્ર તથા હવાઈ માર્ગની સર્વાધીક પસંદગી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરત, વલસાડ, વાપી મુંબઈ સહિતના શહેરોમાંથી દર વર્ષે દિવાળી પર્વ પૂર્વે સૌરાષ્ટ્રના વિવિધ શહેરો ગામડાઓમાં પહોંચવા માટે ભારે ધસારો જોવા મળે છે. લોકો સહ પરિવાર વતન સુધી પહોંચવા માટે દિવાળી પુર્વે ર થી ૩ માસ પુર્વે ખાનગી ટ્રાવેલ્સોમાં બુકીંગ કરાવી પોતાની મુસાફરી સંબંધી બાબતોને લઈને નિશ્ચિત બની જતા પરંતુ આ વર્ષથી લોકોએ મુસાફરીનો રાહ બદલ્યો છે. સડાક માર્ગ્ લાંબો સમય ગાળો અને જોખમી સાહસ ખેડવાને બદલ તાજેતરમાં બીજા ચરણની ઘોઘા-દહેજ રોપેકસ સમુદ્ર પરિવહન સેવા પ્રત્યે લોકોનો જુકાવ વધી રહ્યો છે.
તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઘોઘાથી દહેજને જોડતી બીજા તબકકાની દરિયાઈ માલવાહક કમ પેસેન્જર સેવાનું ઉદ્દઘાટન કર્યુ છે. આ અંગે આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ૩૧ ઓકટોબરથી ૭ નવેમ્બર સુધી દહેજની ઘોઘા આવતી તમામ ફેરીઓમાં પ્રવાસીઓએ બુકીંગ ફુલ કરાવ્યું છે. જયારે ઘોઘાની દહેજ જવા માટે બુકીંગ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. વર્તમાન સમયે મુસાફરોના ધસારાને ધ્યાને રાખીને ઈન્ડીંગો કંપની દ્વારા પેસેન્જર ક્રુઝ અને વેસલ બન્નેની સેવા શરૂ કરી છે. ખાસ કરીને સુરત તથા મુંબઈથી હિરા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો બાઈક – કાર સાથે શિપમાં મુસાફરી કરી વતન તરફ આવવા રવાના થવા લાગ્યા છે. એ જ રીતે કેન્દ્ર સરકારે ડોમેસ્ટીક અરેલાઈન્સને પ્રોત્સાહિત કરવા માટે ટુંકા અંતરની હવાઈ સેવા શરૂ કરી છે. જેમાં મુંબઈથી ભાવનગર અને સુરતથી ભાવનગર આવતા હવાઈ જહાજમાં ફસ્ટ અને મિડલ કલાસના લોકો મુસાફરી કરવા માટે આકર્ષિત થઈ રહ્યા છે. તેમજ મુંબઈ પુનાથી સોરાષ્ટ્ર સુધી સફરના કલાકાો ઘટાડવા ખાનગી ટ્રાવેલ્સ સંચાલકે ફેરી સર્વિસ તરફ વાળી રહ્યા હેલાનું જાણવા મળ્યું છે.