ભાવનગર મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણસભાનો કોંગ્રેસના સભ્યોએ બહિષ્કાર કર્યો હતો. સભામાં મુકવામાં આવેલ બે ઠરાવ મંજુર કરવામાં આવ્યા હતાં.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા માત્ર બે ઠરાવને લઈને મળી હતી. કોંગ્રેસના ચાર સભ્યોએ સાધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો. અને કચેરી સમક્ષ પ્લેકાર્ડ સાથે રાખીને વીરોધ કર્યો હતો.
આ અંગે કલ્પેશભાઈ મણિયારે માહિતી આપી હતી. કોંગ્રેસના સભ્યોના બહિષ્કાર અંગે ચેરમેન નિલેશભાઈ રાવળને પુછતાં તેમણે સભ્યોની ગેરહાજરીમાં મળેલ સભામાં શિક્ષકના નામમાં ફેરફાર અને ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા કેસમાં સમિતિની તરફેણમાં વકિલ રોકવા અંગેના બન્ને ઠરાવ મંજુર કરવામાં આવ્યા હતાં.
શિક્ષણ સમિતિમાં થયેલ કૌભાંડ તથા વિદ્યાર્થીઓ અને શિક્ષણના હિતને લગતા ઠરાવ સભમાં મુકવામાં આવતા ન હોય, માત્ર સભ્યપદ બચાવવા માટે સભા બોલાવવામાં આવતી હોવાનો આક્ષેપ કોંગ્રેસના સભ્યોએ કર્યો હતો.