મહાપાલીકાનું બોર્ડ છે કે બકાલા માર્કેટ !

1191

ભાવનગર મહાનગર પાલીકા જનરલ બોર્ડ બેઠક મેયર મનભા મોરીના પ્રમુખ પદે મળેલ આ બેઠકમાં સાત ઠરાવો રજુ થયેલ જેમાંથી બે ઠરાવો પેન્ડીંગ રખાતા પાંચ ઠરાવો ચર્ચા વિચારણાના અંતે સર્વાનુ મતે પાસ થયેલા.

બોર્ડ બેઠકમાં પ્રશ્નોતરીમાં પણ લાંબી લાંબી ચર્ચા થવા પામેલ જેમાં કોંગીના ભરત બુધેલીયાએ ઔધોગિક જમીન હેતુફેર, જયા ફેકટરીઓ  છે ત્યાં રેસીડન્ટ જોન કેવી રીતે બની શકે તે માટે લાંબી ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ડી.ડી.ગોહિલે ભાગ લેતા કહ્યુ હતુ કે, જોન કર્યાનું કારણ શું, મકાન બની શકે તેમ નથી આપણે ગામને ભાગવા બેઠા છીએ, પ્રજાના પ્રશ્નો અમારી પાસે આવે છે. અધિકારીઓની ભુલ છે, આ પ્રશ્ને કમિશ્નરે કહ્યુ કે, આ મુદ્દો જોઈ તપાસ કરશું.

બોર્ડમાં આડેધડ સભ્યોના રજુઆતને કારોબારી કમિટી સભ્ય રાજુભાઈ પંડયાએ બોર્ડમાં શાક માર્કેટ જેવા વાતાવરણ જેવી ગણાવી, અમારે આવુ બોર્ડ ચલાવવુ નથી ની ટકોર કરી હતી. મેયરે કિધુ કે, ભાઈઓ બોર્ડમાં શાંતી જાળવો મેયરની આવી વાત પણ સભ્યોને કોઈ અસરકારક બની નોતી. અરવિંદ પરમારે વચ્ચે એવી ટકોર કરી કે, તમને બોર્ડ ચલાવતા આવડતુ નથી,  કુમારે શાહે કિધુ કે, અમે બોર્ડને શાક માર્કેટ નથી માનતા પણ ભગવાનનું મંદિર માનીએ છીએ. જયદિપસિંહ ગોહિલે આવાસ યોજનાના મકાન અંગે ગંભીર ફરીયાદો કરી, જયદિપસિંહ ગોહિલે ટેન્ડર પ્રક્રિયાની વાત પુછી હતી, વિપક્ષ સભ્યોની રજુઆત મુદ્દે કારોબારી સભ્ય અનીલ ત્રિવેદીએ એવી રાજકિય ટકોર કરી કે, તમારામાં નેતા બનવાની હોડ લાગી છે.

ભાજપના અભયસિંહ ચૌહાણે મુખ્યમંત્રી આવાસ યોજના તળેના મકાનો સારા અને કસોટીવાળા બને છે. એકાદ બે ફરીયાદો થાય આખી યોજના ઉપર ધુડ ચડાવાય છે, અમારે આવી ફરીયાદો સાંભળવાની જયાં નબળુ કામ થયુ હોય તે સામે પગલા ભરો અમારે આવુ ચલાવી લેવાનુ નથી. યુવરાજસિંહ ગોહિલે તંત્રને એવી કડક સુચના કરી આવાસોમાં નબળુ કામ થયુ હોય તો તે તંત્રે જોઈ લેવુ અને તાત્કાલીક આવુ કામ રીપેર કરી નાખવુ જોવે અમે તપાસ કરવા આવશું. આવાસ યોજના અંગે પારૂલબેન ત્રિવેદીએ ગરિબ માણસો પાસેથી ર૪ હજારનો હપ્તો માંગવામાં આવે તે વ્યાજબી નથી ની વાત કરી બેંક લોન ન દેતી હોવાની રજુઆત કરી,

કારોબારી કમિટીના પુર્વ ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાએ વિપક્ષને નજરમાં રાખીને એવી ટકોર કરી કે, તમારામાં પણ ટેન્ડર પ્રક્રિયા જેવુ નેતા બનાવવા માટે ચાલે છે, રહિમ કુરેશીએ ટેકસ માફ કરી શકાય ખરો એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. રહિમ કુરેશીએ સોલીડ વેસ્ટની દરખાસ્ત ભુલ ભરેલી હોવાનુ જણાવતા મેયર અને કમિશ્નરે ભુલ સુધારવા જણાવેલ. ઢાંકણા વગરના ડસ્ટબીન ડોલ ડબલા સાથે સરખાવતા અરવિદ પરમારે સાફ-સાફ શબ્દોમાં જણાવી દિધુ કે, કારોબારી સભ્ય અનિલ ત્રિવેદીએ સોલીડ વેસ્ટ તંત્રને આડે હાથ લેતા રોષપુર્વક જણાવ્યુ હતુ કે, આ ડસ્ટબીનની એક કલાકથી કેસેટ વાગે છે હું સાંભળુ છુ તમે તમે ડસ્ટબીનનો અર્થ જ નથી સમજતા ઢાંકણા વગરના ડસ્ટબીનો આવે છે તે તંત્ર માટે શરમજનક બાબત ગણાવી આવા ડસ્ટબીનનો કોઈ અર્થ નથી તેવી વાત ખુદ કારોબારી સભ્યને કેવી પડી. પારૂલબેન ત્રિવેદીએ એથી આગળ એવુ જણાવી દિધુ કે, ૪૦ રૂપિયાનુ આ ડસ્ટબીન ૧૦૦માં લેવાય આ પ્રજાનો પૈસો છે આવી બાબત ચલાવી લેવા જેવી નથી ફાયનાન્સ બોર્ડ પાસેથી આવા કામ માટે પૈસા માંગો આવુ બધુ કયાં સુધી ચાલવાનું લોકો આવી રીત રસમો સારી રીતે જાણે છે, તેવી વાત ત્રિવેદીએ રોષપૂર્વક કરી હતી. કુમાર શાહે આવા ઢાંકણા વગરના ડસ્ટબીનમાં મચ્છરો ઉત્પન્ન થાય તો કોની જવાબદારી, અનિલ ત્રિવેદીએ ડસ્ટબીન મુદ્દે ખબર ન પડે તો અલંગ જાવ તપાસ કરો.

યુજર્સ ચાર્જનો ઠરાવ બહુમતીથી મંજુર

બોર્ડમાં પ્રજા પરના યુર્જસ ચાર્જનો ઠરાવ કોંગ્રેસનો વિરોધ છતા ભાજપે બહુમતિએ ઠરાવ પાસ કર્યો હતો.મહાનગર પાલિકા જનરલ બોર્ડ બેઠકમાં લોકો પરના યુર્જસ ચાર્જનો ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી ભાજપે બહુમતિના જોરે પાસ કરી દિધો હતો. યુર્જસ ચાર્જનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો પરંતુ બહુમતિના જોરે કોંગ્રેસનો આવો વિરોધ ફગાવી દઈ બહુમતિએ ઠરાવ પાસ કરી દેવાયો હતો.

Previous articleસરદાર દર્શન ગેલેરીની તસવીરોની દયનિય સ્થિતી !
Next articleક્ષયના રૂપમાં ફરી માથુ ઉંચકી રહેલ ભયંકર આંતકવાદ