રાજુલા તાલુકાના ૯ ગામના ખેડૂતોએ ધારેશ્વર (ર) ખાખબાઈ ડેમમાંથી સિંચાઈના પાણી છોડવા બાબતે ડેપ્યુટી કલેક્ટરને ૭-૩-ર૦૧૭ના આવેદનપત્રનો ઉલાળીયો થતા ખેડૂતોની કરોડો રૂપિયાની મુરજાતી મોલાતનું જવાબદાર કોણ ? હજુ પાણી નહીં છોડાય તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે.
રાજુલા તાલુકાના ૯ ગામો જેવા કે બારપટોળી, ખાખબાઈ, હિંડોરણા, નાના મોટા લોઠપુર, છતડીયા, વડ, ભચાદર, ઉચૈયા, ધારાનાનેસ સહિત ૯ થી ૧૦ ગામની જનતા દ્વારા સામાજીક કાર્યકર દેવાતભાઈ આતાભાઈ વાઘની રાહબરી નીચે બહોળી સંખ્યામાં આઠ મહિના પહેલા પ્રાંત કચેરીએ આપેલ આવેદનપત્ર જે બાબતે તે વખતના નાયબ કલેક્ટર દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓને રૂબરૂ બોલાવી તાત્કાલિક પાણી છોડવા અને ખેડૂતોનો ગંભીર પ્રશ્ન તાત્કાલિક ઉકેલવા જણાવેલ પણ પ્રાંત અધિકારી (એસડીએમ)ને આ બાબતે રમત રમી આજદિન સુધી પાણી ૯ થી ૧૦ ગામમાં નહીં છોડતા કરોડો રૂપિયાની અને ઉછી ઉધારા કરી વાવેવ મોંઘીદાટ વાવણી જેમાં બી અને ખાતરના આસમાને ભાવ હોવા છતાં ખેડૂતોની આજીવિકા ખેતી છે ક્યાં જવું ખેડૂત કહેવાય જગતાત પણ અત્યારે બિચારો થઈ ગયો છે.
આવા મનઘડત મનમાની કરનારા અધિકારીઓના પાપે ન છુટકે ખેડૂતોના દેવામાં ડુબી જઈ આઘાત કરવાનો વારો આવ્યો છે. જો આજની રજૂઆતથી હજુ સિંચાઈનું પાણી છોડવામાં નહીં આવે તો તેનો જવાબ ૯ ગામના ખેડૂતો પાસે છે. મહેરબાની કરી ચૂંટણી બાબતે અમારા ગામમાં કોઈએ આવવું નહીં તેવા બેનરો લગાડવાની ફરજ ન પડે તે તંત્રએ જોવાનું રહ્યું. અમારો કરોડો રૂપિયાનો કપાસ, ઘઉ, બાજરો પાણી વગર બળીને ખાખ થઈ જાય છે.
પાણી વગર તેમ સામાજિક કાર્યકર અને ખેડૂત આગેવાન દેવાતભાઈ વાઘે જણાવાયું છે કે, વધુમાં કહ્યું કે, અમારૂ આંદોલન આચારસંહિતાને માન આપી ગાંધી ચિંધ્યા માર્ગે જશું.