રામ મંદિર સર્વ સંમતિથી નિર્માણ પામે, નહી તો બીજા વિકલ્પો પણ છે : યોગી

908

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યામાં વિવાદિત જમીનના મામલામાં સુનવણી જાન્યુઆરી સુધી મુલતવી રાખતા રાજકીય નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. એક તરફ રામ મંદિરના નિર્માણ માટે વટહુકમ લાવવાની માગ ઉઠી રહી છે, ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યુ કે, હાલમાં તેની કોઇ શક્યતા દેખાઇ રહી. તેમણે સ્પષ્ટ કર્યુ કે, ન્યાયિક પ્રક્રિયાનું પાલન કરવામાં આવે. સાથે જ તેમણે સુપ્રીમને આ મામલાનો ઉકેલ લાવવા પણ અપીલ કરી હતી.યોગીએ મંગળવારે જ કહ્યુ કે, અમે બંધારણીય જોગવાઇઓથી બંધાયેલા છીએ. સુપ્રીમ કોર્ટ જલ્દીથી આ મામલાનું સમાધાન કરે. ન્યાય મળવામાં મોડું થાય તો લોકોમાં નિરાશા વ્યાપી જાય છે. તેમણે કહ્યુ કે, આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં છે, પરંતુ દેશની શાંતિ અને સૌહાર્દ માટે અને વ્યાપક આસ્થાનું સમ્માન કરવા માટે જે વિકલ્પો છે તેના પર વિચાર થયો જોઇએ. મંદિર નિર્માણમાં મોડુ પર સંતોની નારાજગીના સવાલ પર તેમણે કહ્યુ હતુ કે, ’’સંતોનું અમે સમ્મામ કરીએ છીએ. આ સમય એવો છે કે જેમાં સંતોએ ધૈર્ય રાખવું જરૂરી છે, જેથી દેશમાં સૌહાર્દ વાતાવરણ જળવાઇ રહે.’મહત્વની વાત છે કે, યોગીએ રામ મંદિર પર વટહુકમ લાવવાની સંભાવનાને ફગાવી દેતા બીજા વિકલ્પોનો ઉલ્લેખ કર્યો છે, તેમણએ કહ્યુ કે,’અમે ઇચ્છીએ છીએ કે સર્વસમંતિથી મામલાનું સમાધાન આવે, નહીંતર અમારી પાસે બીજા વિકલ્પો પણ છે.

Previous articleરાહુલ ગાંધી કન્ફ્યૂઝ : શિવરાજના દિકરાએ કર્યો માનહાનિનો કેસ
Next articleરાજ્ય સરકારો પોતાના હિસાબે ફટાકડા ફોડવાના બે કલાક નક્કી કરી શકે : સુપ્રિમ