મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના દીકરા કાર્તિકેય ચૌહાણે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરી દીધો. રાહુલે સોમવારે આરોપ લગાવ્યો હતો કે કાર્તિકેયનું નામ પનામા પેપર્સમાં છે. ત્યારબાદ શિવરાજ સિંહે પણ કેસ કરવાની ચેતવણી આપી હતી. જોકે, ઇન્દોર પહોંચેલા રાહુલે મંગળવારે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. તેઓએ કહ્યું કે ભાજપમાં એટલો ભ્રષ્ટાચાર છે કે હું કન્ફ્યૂઝ થઈ ગયો હતો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પનામા નહીં પરંતુ ઇ-ટેન્ડરિંગ અને વ્યાપમં સ્કેમ કર્યા છે.