ભારતમાં મીટુ અભિયાન હેઠળ જાતિય અત્યાચારનો શિકાર થયેલી મહિલાઓ અને જુદા જુદા ક્ષેત્રોમાં રહેલી ટોપ મહિલાઓ પોતાના અનુભવને રજૂ કરી રહી છે. બોલિવુડ, ફેશન ઉદ્યોગ, કોર્પોરેટ જગત અને મિડિયા જેવા ક્ષેત્રમાં મહિલાઓ વધુ પ્રમાણમાં જાતિય અત્યાચારનો શિકાર થઇ ચુકી છે. આના કારણે હવે એક પ્રકારથી મીટુ અભિયાન હેઠળ મહિલાઓ તેમની પ્રતિક્રિયા આપી રહી છે. અભિનેત્રી મલાઇકા અરોરા ખાને હવે પોતાની પ્રતિક્રિયા આપી છે. મલાઇકા અરોરા ખાને કહ્યુ છે કે બોલિવુડમાં ફેરફારનો દોર ચાલી રહ્યો છે. તેનુ કહેવુ છે કે ફેરફારના કારણે હોબાળો વધારે થઇ રહ્યો છે. ભારતમાં હાલમાં ચાલી રહેલા અભિયાન અંગે પુછવામાં આવતા મલાઇકાએ કહ્યુ હતુ કે તેને કોઇ ફેરફાર દેખાતા નથી. તેનુ કહેવુ છે કે તે લોકોની વાત સાંભળી રહી છે. તેને લાગે છે કે ફેરફાર થવાના બદલે હોબાળો વધારે છે.