ગુજરાત વિધાનસભાની ચૂંટણી આંગણે આવી છે. લોકતંત્રનું આ પર્વ ગુજરાતની જનતા ધામધૂમથી ઉજવવા થનગને છે. રાજકિય પક્ષોએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કોંગ્રેસે જોશ, ઉત્સાહ, ઉમંગ તથા આગવી તૈયારી સાથે એક ટીમ બની મેદાનમાં ઉતરી ચુકી છે. જેમાં આજરોજ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારનો લોકસંપર્ક સિહોર શહેર ખાતેથી સવારે ૧૦-૦૦ કલાકથી પ્રારંભ કરાયો હતો. તમામ સમસ્યાઓથી પીડિત સિહોરની જનતા ગુજરાતની જનતા સાથે તાલ મિલાવી રહી હોવાનું સ્પષ્ટપણે જણાતું હતું.
આ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા લોકસંપર્કમાં સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઇ ચૌહાણ, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ માવજીભાઇ પટેલ, ઘોઘા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ, ભાવનગર જીલ્લા કોંગ્રેસ મહામંત્રી ઇસ્માઇલભાઇ મહેતર, સિહોર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા વિજયભાઈ આલ, અમિતભાઇ લવતુકા, કાન્તિભાઇ ચૌહાણ, સંજયસિંહ માલપર, કિરણભાઇ ઘેલડા, જયરાજસિંહ મોરી, કિશનભાઇ મહેતા, દિનેશભાઈ પટેલ, મુકેશભાઇ જાની, ચેતનભાઇ ત્રિવેદી, જગદીશભાઈ છેલાણા, સુભાષભાઇ રાઠોડ, રાજુ ગોહેલ, વિશાલ કાગડા, માનશંગભાઈ ડોડીયા, નૌશાદભાઇ કુરેશી, તેમજ આઇ.ટી. સેલ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સેલના હોદ્દેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.