પ્રોફેશનલ લાઇફ લગ્ન બાદ બદલાઇ છે : એશ્વર્યાનો મત

1758

બોલિવુડની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચન બોલિવુડમાં સક્રિય રહેવા માટે પ્રયાસ કરી રહી છે. અલબત્ત લગ્ન બાદ તેની કોઇ ફિલ્મ બોક્સ ઓફિસ પર જાદુ જગાવી રહી નથી. તેની મોટા ભાગની ફિલ્મો ફલોપ સાબિત થઇ છે. તેની છેલ્લે ફિલ્મ ફન્ને ખાન પણ ફ્લોપ સાબિત થઇ હતી. હાલમાં તે કેટલાક નવા પ્રોજેક્ટને લઇને વ્યસ્ત છે. જો કે તે કઇ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે તે સંબંધમાં હજુ સુધી કોઇ વાત કરવામાં આવી હતી. એશના ચાહકો પણ આની રાહ જોઇ રહ્યા છે. એશને સારી ફિલ્મની શોધ છે. એશે કહ્યુ છે કે લગ્ન બાદ તેની પ્રોફેશનલ લાઇફમાં કેટલાક ફેરફાર થયા છે. જો કે તેનુ કહેવુ છે કે લગ્ન બાદ તેની ફિલ્મી કેરિયર પર કોઇ અસર થઇ રહી નથી. તે હજુ પણ યોગ્ય રીતે ફિલ્મો પસંદ કરી રહી છે. જો કે ફિલ્મોની પસંદગી હવે સાવધાનીપૂર્વક કરી રહી છે. એશ લાંબા સમય બાદ ફરી સિનેમા સ્કીન પર હાલમાં નજરે પડી હતી.  તે ફન્ને ખાન ફિલ્મ મારફતે એન્ટ્રી કરી ગઇ હતી. જો કે ફિલ્મને નિષ્ફળતા હાથ લાગી હતી.ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવની ભૂમિકા હતી. ફિલ્મમાં અનિલ કપુર મુખ્ય રોલમાં હતો. અનિલ કપુર અને એશ આશરે ૧૭ વર્ષના લાંબા ગાળા બાદ બન્ને સાથે નજરે પડ્યા હતા.  અગાઉ તાલ અને હમારા દિલ આપ કે પાસ હે ફિલ્મમાં બન્ને સાથે કામ કરી ચુક્યા છે. હાલમાં જ એશે લગ્ન બાદ પોતાની લગ્ન લાઇફના સંબંધમાં વાત કરી હતી. સામાન્ય રીતે ચાહકોને લાગે છે કે અભિષેક બચ્ચનની સાથે લગ્ન કર્યા બાદ એશની ફિલ્મી લાઇફ દબાણ હેઠળ આવી છે. જો કે આવુ બિલકુલ નથી. એશે કહ્યુ છે કે તે હજુ પણ પહેલાની જેમ જ તમામ  બાબતોને આગળ વધારી રહી છે. એશે કહ્યુ છે કે તે હજુ પણ પટકથા પર વાતચીત, બિઝનેસ મીટિંગ કરતી રહે છે. તમામ બાબતો લગ્ન પહેલા જેવી હતી તેવી જ છે. એશે આરાધ્યાના જન્મ બાદ  પોતાના અનુભવ અંગે પણ વાત કરી છે.  તેનુ કહેવુ છે કે માતા બની ગયા બાદ પણ તે પહેલાની જેમ જ સક્રિય રહી હતી. તે જાહેરખબરમાં કામ કરી રહી હતી. ચેરિટીમાં પણ કામ કરી રહી હતી. બિઝનેસમાં પણ કામ કરી રહી હતી. તેનુ કહેવુ છે કે તે ફિલ્મમાં દેખાતી ન હતી પરંતુ ફિલ્મને લઇને સક્રિય હતી. ફિલ્મો સાથે ક્યારેય છેડો ફાડ્યો ન હતો.

Previous articleભારતમાં ફેરફારોને લઇને હોબાળો વધુ છે : મલાઇકા
Next articleરિતિક રોશનની સાથે કામ કરવાનુ વાણીનુ સપનુ પૂર્ણ