ધોનીને ટી-૨૦માંથી બહાર કઢાતા મને કોઇ શોક લાગ્યો નથી : ગાંગુલી

1021

હાલમાં વનડે ક્રિકેટમાં ધોની પોતાના ફોર્મ માટે ઝઝૂમી રહ્યો છે. આ સંઘર્ષને જોતા હવે ૨૦૧૯નો વર્લ્ડકપ રમવો ધોની માટે કપડુ ચઢાણ બની બની શકે છે. આ મામલે હવે પૂર્વ કેપ્ટન ગાંગુલીએ ધોનીને ખાસ સલાહ આપી છે. જે તેની રમત અને ટીમ ઇન્ડિયાને ફાયદો કરાવી શકે છે.

ગાંગુલીએ કહ્યું કે, ધોનીને ફોર્મ મેળવવા માટે ૨૦૧૮-૧૯ રણજી ટ્રૉફીની મેચો રમવી જોઇએ. સાથે કહ્યું કે, ધોનીને વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-૨૦માંથી બહાર કરવામાં તેમને કોઇ શૉક લાગ્યો નથી.

ગાંગુલીએ કહ્યું કે, ધોનીને આગામી ટી-૨૦ સીરીઝમાંથી બહાર થતો જોઇને મને કોઇ હેરાની નથી થઇ કેમકે તે સારા ફોર્મમાં નથી. ૨૦૨૦ વર્લ્ડ ટી-૨૦ને જોતા મને નથી લાગતુ કે ધોની ત્યાં સુધી રમશે, અને આ કારણે સિલેક્ટર્સેએ યુવા વિકેટકીપર રીષભ પંતને મોકો આપ્યો છે, જે સારા ફોર્મમાં છે.

Previous articleટીમ ઇન્ડિયાનાં ’ગબ્બર’ શિખર ધવનની દિલ્હી ડેરડેવિલ્સમાં વાપસી
Next articleભારત-વિન્ડીઝ વચ્ચે અંતિમ વનડે માટે તૈયાર થયેલ તખ્તો