અમેરિકાએ કહ્યું કે હાફિઝ સઈદના જમાત-ઉદ-દાવા (જેયુડી) અને ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેરશન (એફઆઈએફ) પરથી તાજેતરમાં પ્રતિબંધ હટાવવો તે ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) પ્રત્યે પાકિસ્તાનની પ્રતિબદ્ધતાથી વિપરીત છે.
અમેરિકાએ કહ્યું કે આ પગલું સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રસ્તાવ હેઠળ આતંકવાદ સામે લડવાના પાકિસ્તાનના વાયદાઓને પૂરા કરવાની તેમની ક્ષમતાને નબળી પાડશે. મીડિયામાં ગયા અઠવાડિયે આવેલા એક સમાચારમાં કહેવાયું હતું કે મુંબઈ આતંકી હુમલાના મુખ્ય સાજિશ કરતા સઈદનું સંગઠન જેયુડી અને એફઆઈએફ પાકિસ્તાનના પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં હજુ સુધી નથી.
કેમ કે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ હેઠળ તેની પર પ્રતિબંધ લગાવનાર અધ્યાદેશની મર્યાદા પૂરી થઈ ગઈ છે અને ઈમરાનખાનના નેતૃત્વવાળી નવી સરકારે તેની મર્યાદા વધારી નથી.જેયુડી અને એફઆઈએફ પર પ્રતિબંધની સમય વિધિ પૂરી થતા આતંકવાદ વિરોધી નાણાકીય વ્યવસ્થામાં નબળાઈઓ પર ધ્યાન આપવા એફએટીએફ સાથે કામ કરવા પાકિસ્તાન પ્રતિબદ્ધ નથી.