ચાઈલ્ડ ડ્રીમ ફાઉન્ડેશન સંસ્થા બે વર્ષોથી બાળ અધિકાર પર કાર્યરત છે. જે નિર્ણય શક્તિ લીડરશીપ, યુવા ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, તબીબી સેવા, બાળમજુરી વિરૂધ્ધ કાર્યરત છે. ૧૪ નવેમ્બર બાળ દિવસ હોવાથી ચાઈલ્ડ ડ્રીમ ફાઉન્ડેશન સંસ્થા તરફથી ૧૪ નવેમ્બરથી ૧૭ નવેમ્બર બાળ અધિકાર દિવસની ઉજવણીનું આયોજન કરેલ છે. જેથી બાળકો પોતાના હક્ક અને અધિકાર વિશે જાગૃત થાય તથા હક્ક માટે લડતા થાય. ચાઈલ્ડ ડ્રીમ ફાઉન્ડેશન સંસ્થા તરફથી કાર્યક્રમ રાખેલ છે. ક્રિએટીવ પ્રવૃત્તિ રેલી, બાળ અધિકાર ફિલ્મ, સુશોભિન જેવી પ્રવૃત્તિ કરેલ. જેમાં ૩૦૦ બાળકો સહભાગી થયા હતા. ૧૪ નવેમ્બર કુંભારવાડા પ્રાથમિક શાળા ૧-રમાંથી આજરોજ રેલી સ્વરૂપે બાલ દિવસ ઉજવાયો હતો.