૭૬ ઘેટાના મોત બાદ મહેસાણા-પાટણની વેટરનરીની ટીમો દોડી

1164

વરસાદના અભાવે કચ્છમાંથી પોતાના ઘેંટા લઈને નીકળેલા માલધારી રાધનપુર નજીક શેરગંજ ગામે ખુલ્લા ખેતરમાં રોકાયા હતા અનેખેતરમાં રહેલા ઘાસ ખાતા ઘેટાઓને મેણો ચડતા ૭૬ ઘેંટા અને એક ગાયનુ મોત નીપજયુ હતુ.

કચ્છ જીલ્લામાં વરસાદ ઓછો પડવાને કારણે જિલલામાં ઘાસચારાની અછત ઉભી થવા પામી છે. જેના કારણે કચ્છ જિલ્લામાં વસતા પશુ પાલકો પોતાના કુટુંબ અને પશુઓ સાથે કચ્છમાંથી હીજરત કરી રહ્યા છે.

પોતાના પશુઓ લઈને કચ્છના રાપર તાલુકાના મુવાણા ગામના રબારી ખેતાભાઈ સનાભાઈ ઘાસચારાની શોધમાં નીકળ્યા હતા તેઓ તા.ર૯ મી ઓકટોમ્બરના રોજ રાધનપુર નજીક આવેલા શેરગંજ ગામ પાસે સાંજે પહોચ્યા હતા. સાંજ પડી જતા તેઓએ ખુલ્લા ખેતરમાં રાત્રી રોકાણ કરવાનુ વિચાર્યુ હતુ. ખેતરમાં રહેલ ઘાસચારો પશુઓ ચરતા એકા એક તમામ પશુઓને મેણો ચઢતા ખેતરમાં પશુઓ તરફડીયા મારવા લાગ્યા હતા. પોતાના પશુઓને મેણો ચઢતા તરફડીયા મારતા જોઈને માલધારી અને તેનો પરીવાર રડવા લાગ્યો હતો. ખેતરમાં માલધારી પરીવારની રોકકકળથી ગામના લોકો દોડી આવ્યા હતા અને ખેતરમાં તરફડતા પશુઓની હાલત જોઈને ગામના લોકોએ રાધનપુરના વેટરની ડૉકટરને જાણ કરી હતી.

પરંતુ મોડી સાંજ સુધી કોઈ જ ડૉકટર ના આવતા ટપો ટપ ૭૬ ઘેસા સહીત એક ગાયનુ મોત થયુ હતુ. પોતાના પશુઓ નજર સમક્ષ તરફડીને મોતને ભેટતા માલદારીની હાલત દયનીય બની જવા પામી હતી.

ગામના લોકોએ આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અને પોલીસને જાણ કરતા તંત્ર મોડે મોડે સફાળુ જાગીને દોડતુ થયુ હતુ. જયારે બીજા દિવસે સવારથી જ તંત્રના જવાબદાર અધીકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

જયારે એ.ડી.આઈ.ઓ. મહેસાણા અને પાટણથી પણ વેટરની ટીમો ઘટના સ્થળે આવી હતી અને મરણ પામેલા પશુઓના નમૂના લઈને તપાસ હાથ ધરી હતી.

Previous articleએડ્‌સલાઇટે રિચાર્જેબલ ટોર્ચ લાઇટ-નૈનો લોન્ચ કર્યા
Next articleSP રિંગરોડ પરથી ૨૨ લાખથી વધુના દારૂનો જથ્થો ઝડપાયો