SP રિંગરોડ પરથી ૨૨ લાખથી વધુના દારૂનો જથ્થો ઝડપાયો

1286

ગાંધીનગર આર. આર. સેલે ૨૨ લાખથી વધુનો દારૂનો જથ્થો એસપી રિંગ રોડ પરથી ઝડપી પાડ્‌યો છે. રાજસ્થાન પાસિંગના ટ્રકમાં આવતો દારૂનો જથ્થો જપ્ત કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર આર. આર. સેલની ટીમે બાતમીના આધારે ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જવાના માર્ગ એસ. પી. રિંગરોડ પરથી દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો છે. આર. આર. સેલે ટ્રકના ચાલક આનંદ દહીયાને પકડી તપાસ કરતાં ટ્રકમાંથી કુલ ૫૭૦ પેટીમાં દારૂની ૬૮૪૦ નંગ બોટલ મળી હતી. જેની ૨૨,૫૯,૬૦૦ કિંમત થવા જાય છે. દારૂનો જથ્થો, ટ્રક, રોકડ રકમ, મોબાઈલ ફોન મળીને કુલ ૩૩,૬૬,૮૫૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દારૂ લાવનાર ચાલક તથા દારૂનો જથ્થો મોકલી આપનાર ઈસમો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે, જે અનુસંધાને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Previous article૭૬ ઘેટાના મોત બાદ મહેસાણા-પાટણની વેટરનરીની ટીમો દોડી
Next articleમેડિકલના વિદ્યાર્થીઓની સામાજિક સેવા – પ્રયાસ