ધોળકા-ખેડા હાઈવે પર રસિકપુરા ગામ પાસે સાબરમતી નદીના પુલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કરે લઈ ફરાર થઈ જતાં બાઈક સવારનું કમકમાટી ભર્યું મોત, જ્યારે ઘટના ને નિહાળવા ઊભા રહેલા બાઈક ચાલકને ડંમ્પર ટક્કર લેતા ગંભીર ઈજાવો થતાં સારવાર દરમ્યાન મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યપી જવા પામી હતી.
અકસ્માત ઘટના સંદર્ભે ખેડા રૂરલ પોલીસના જણાવ્યા પ્રમાણે ધોળકા-ખેડા હાઈવેના રસિકપુરા ગામ પાસે આવેલ સાબરમતી નદીના પુલ નજીક કોઈ અજાણ્યા વાહને બાઈક સવારને ટક્કરે લીધા બાદ વાહન બાઈક સવાર ઉપરથી પસાર થઈ જવાના કારણે મૃત દેહ છુંદાઈ જવા પામ્યો હતો મૃતક વાઘેલા વાઘુભા સરદારસિંહ ઉ-૬૦ વર્ષ રહે.આંબલિયારા. તા ધોળકા, જિ.અમદાવાદ. તો અન્ય અકસ્માત પ્રમાણે સોલંકી પ્રહલાદ કાનજીભાઈ રહે.સઈજ ગામનો યુવક પોતાનુ બાઈક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે અકસ્માત થયેલ સ્થળ ઊભા રહી અકસ્માત નિહાળી રહ્યો હતો તેવા સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ડંમ્પર ગાડીના જીજે-૦૧ સીવી-૦૯૦૪ના ચાલકે બાઈક ચાલક ને ટક્કરે લેતા તેને ગંભીર ઈજાઓ થવા પામી હતીઈ ઘટના સંદર્ભે ધોળકા ૧૦૮ ને જાણ કરાતાં પાયલોટ અનિરૂધ્ધસિંહ તથા ઈએમટી બિંદયાગોર ઈજાગ્રસત્ને સારવાર સહ પ્રાશ્વનાથ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નિપજાયું હતું. આમ એકજ સ્થળે બે વ્યક્તિઓ એ જી ગુમાવતા ધોળકા લઈ પી.એમ કરાવ્યા બાદ પરિવાર જનોને મૃત દેહ સોપ્યા હતા વધુ તપાસ ખેડા રૂરલ પોલી ચલાવી રહી છે.