સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જયંતિ નિમિતતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. ગિરીશભાઈ એસ. પટેલના વરદ હસ્તે આજે યુનિવર્સિટીના સરદાર વલ્લભભાઈ પટેલ કેમ્પસમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને સવારે ૯-૦૦ કલાકે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
કુલપતિ ડો. ગિરીશભાઈ પટેલ અને કુલસચિવ ડો. કે.એલ. ભટ્ટ દ્વારા ભારતના મહાન લોખંડી પુરૂષનું બિરૂદ પામનાર સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી માટે કરેલા કાર્યોને યાદ કરી તેમની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવેલ ત્યાર બાદ ફુલહાર અને પુષ્પાજંલિ કરવામાં આવી હતી. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ઈતિહાસ ભવનની વીદ્યાર્થીની ગોહિલ ગાયત્રીબેન અને મહિપાલસિંહ ગોહિલે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના જીવન ઝરમર વિશે વાતો કરી હતી તેમજ એનએસએસ કો- ઓર્ડિનેટર ડો. ભારતસિંહ ગોહિલ, ઈતિહાસ ભવનના અધ્યક્ષ ડો. એમ.જે.પરમાર વિગેરે દ્વારા પણ પ્રસંગોચિત વકતવ્ય આપેલ તથા કા. કુલપતિ ડો. ગિરીશભાઈ પટેલએ પોતાનું વકતવ્ય આપતાં જણાવ્યું હતું કે, ૧૯૩૯માં જવાહર મેદાન (ગધેડિયા ફિલ્ડ)માં અધિવેશન વખતે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન બચાવનાર શહીદ બચુભાઈ પટેલ તથા જાદવજીભાઈ મોદીને પણ યાદ કર્યા હતાં. ભાવનગરના પ્રાંતઃ સ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા સરદાર પટેલના અખંડ ભારતના નિર્માણ માટે પોતાનું રાજ રાષ્ટ્રને સર્વપ્રથમ અર્પણ કરી દીધું હતું.
આ કાર્યક્રમમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોના અધ્યક્ષ સંચાલિત- સંલગ્ન કોલેજોના આચાર્યઓ, પી.જી. સેન્ટરો, ડપ્લોમાં અભયાસક્રમોના કો-ઓર્ડિનેટર, એન.એસ.એસ.ના કો-ઓર્ડિનેટર, અનુસ્નાતક ભવનો, કોલેજો, સેન્ટરો- ડિપલોમાં અભ્યાસક્રમોના શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓ, યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિભાગીય વડા વહિવ્ટી કર્મચારીઓ, ભવનો, કોલેજો, સેન્ટરો અને ડિપ્લોમામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, શિક્ષણવિદ્દો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સહુએ લોક લાડીલા નેતા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરી હતી.