આજે ૩૧ ઓકટોબરે અખંડ ભારતના શિલ્પી લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ પ્રસંગે તેમની ૧૮૨ મીટર એવી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નર્મદા જિલ્લાના સાધુબેટ ખાતે લોકાર્પણ કરેલ તેની સાથે સાથે આજે સમગ્ર રાજ્યમાં લોકોમાં એકતા અને ભાઈચારાની ભાવના વધે તે હેતુસર રન ફોર યુનિટી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આજે ભાવનગરના શહેરી વિસ્તારમાં ૦૩ કીલોમીટર માં જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષક્ પ્રવિણ માલ, નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, મ્યુ. કમિશ્નર એમ. એ. ગાંધી, મ્યુ. ના સમિતિના ચેરમેન, નાયબ પોલીસ અધિક્ષક મનીષ ઠાકર, જિલ્લા રમતગમત અધિકારી સીમાબેન ગાંધી,સીટી ઈજનેરશ્રી ચંદારાણા, પ્રાથમિક શાસનાધિકારી જિજ્ઞેશ ઠાકર, પોલીસ, હોમગાર્ડના જવાનો, શહેરી વિસ્તારની શાળા, મહાશાળાના આચાર્યો, વિધાર્થીઓ સહિત અંદાજે ૨૭૦૦ લોકો આ રન ફોર યુનિટી કાર્યક્રમ અંતર્ગત દોડ્યા હતા. સૌએ સમુહમાં એકતાના શપથ લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા કોમર્શિયલ વિસ્તારમાં કચરા સફાઈ ઝુંબેશ સઘન બનાવાઈ છે તેમજ શહેરી વિસ્તાર શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના જીવનમાં સ્વચ્છતા વણાઈ જાય તે હેતુસર સ્વચ્છતાલક્ષી ૦૧ પીરીયડ લેવામાં આવશે.