વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેવડિયા કોલોની ખાતે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી એવા સરદાર સાહેબની વિરાટતમ ૧૮૨ મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાનું ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળા મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્ય સભાના સાંસદ અમિત શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રાર્પણ કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણકાર્યમાં સહભાગી બનવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સદસ્ય સાથે સમૂહ તસ્વીર લેવામાં આવી હતી.
આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય પ્રોજેકટમાં સહભાગી ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય કોન્ટ્રાકટર તેમજ કન્સલ્ટન્ટ સાથે પણ સમૂહ તસવીર લેવામાં આવી હતી. સરદાર સાહેબની પ્રતિમાના શિલ્પકાર ડૉ. રામ સુથાર અને તેમના પુત્ર અનિલ સુથાર સાથે પણ વડાપ્રધાને સંભારણારૂપે તસવીર લેવડાવી હતી.