૩૧થી વધુ રાજ્યોના કલાકાર દ્વારા મોદીનું કરાયેલું સ્વાગત

1072

ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું આજે ૩૧ ઓકટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રાર્પણ કરાયું હતું. આ વેળાએ દેશભરના ૨૯ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના કલાકારો દ્વારા ભવ્યાતિભવ્ય રંગારંગ કાર્યક્રમની સાથે-સાથે આર્મ ફોર્સિસ, પેરા મીલીટરી ફોર્સિસ અને રાજ્ય પોલીસ દ્વારા વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજાયા હતા.

ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી ઉત્સાહપૂર્વક કેવડીયા કોલોની, નર્મદા ખાતે કરવામાં આવી હતી. જેમાં ભારતની આંતરિક અને સરહદીય સુરક્ષા જેના ખભા પર છે તેવા ગુજરાત પોલીસ દળ, એસઆરપીએફ, સીઆરપીએફ, આર્મી, નેવી અને એર ફોર્સના ૭ દ્વારા સાંગીતિક પ્રસ્તુતિ કરાઇ હતી. ઉપરાંત ભારત વર્ષમાંથી ૨૯ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રેષ્ઠ સાંસ્કૃતિક વૃંદો પોતાની સાંસ્કૃતિક ધરોહરની પ્રસ્તુતિ કરીને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્ય સચિવ ર્ડા. જેએન સિંઘ સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહીને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. સૌ પ્રથમ ગુજરાત પોલીસના બ્યુગલર્સ દ્વારા મહાનુભાવોનું વેલકમ બેન્ડથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

Previous articleનિર્માણ કાર્યમાં રહેલા મોદીનો સમુહમાં ફોટો
Next articleવિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણ