વેસ્ટ ઇન્ડિઝને ૯ વિકેટે કચડી ભારતે ૩-૧થી સિરીઝ જીતી

954

ટીમ ઇન્ડીયા અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે પાંચ મેચોની વન-ડે સીરીઝનો પાંચમો અને અંતિમ મુકાબલો તિરૂવનંતપુરમનાં ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવી. ત્યારે ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૩૧.૫ ઓવરમાં ૧૦૪ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી ત્યારે તેઓએ ભારતને જીતવા માટે ૧૦૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે ઇન્ડીયાએ ૧૦૫ રને ૯ વિકેટથી ૩-૧થી સીરીઝ પોતાને નામે કરી લીધી છે.

મહત્વનું છે કે ટીમ ઈન્ડિયા તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી તેમજ બુમરાહ અને અહેમદનાં ફાળે ૨-૨ વિકેટો આવી હતી. જ્યારે ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે ૧-૧ વિકેટ ઝડપી લીધી હતી.

વેસ્ટ ઇન્ડીઝને બેટિંગમાં પહેલો ઝટકો ભુવનેશ્વર કુમારે આપ્યો છે. જ્યારે તેઓએ કીરોન પોવેલને ધોનીનાં હાથે કેચ આઉટ કરાવ્યો. ત્યાર બાદ જસપ્રીત બુમરાહે શાઇ હોપને બોલ્ડ કરીને મહેમાન ટીમને બીજો ઝટકો આપ્યો.

વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ સસ્તામાં સમેટવામાં રવીન્દ્ર જાડેજાની મહત્વની ભૂમિકા રહી હતી. પ્રથમ બે વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ માર્લન સૈમુઅલ્સ પોતાની ટીમનો સ્કોર આગળ વધારવા માટે મહેનત કરી રહ્યો હતો ત્યારે ૧૨મી ઓવરમાં જાડેજાએ સૈમુઅલ્સને કેપ્ટન કોહલીના હાથે કેચ કરાવીને વિન્ડિઝને બેકફુટ પર લાવી દીધું હતું. ત્યારબાદ જાડેજાએ ૧૬મી ઓવરમાં હેટમાયેરને માત્ર ૯ રને આઉટ કર્યો હતો. અંતમાં જાડેજાએ ૩૨મી ઓવરમાં કેમાર રોચ અને ઓશાને થોમસને વિકેટ ઝડપીને વિન્ડિઝની ઈનિંગનો અંત કર્યો હતો. આ વેસ્ટ ઈન્ડિઝનો ભારત વિરુદ્ધ સૌથી ઓછો સ્કોર છે.

આ મેચમાં રોહિત શર્માએ તોફાની ઈનિંગ રમતા ૫૬ બોલ પર ૬૩ રન ફટકાર્યા હતા. રોહિતને કારણે ટીમ ઈન્ડિયાએ ૧૦૫ રનનો લક્ષ્ય માત્ર ૧૪.૫ ઓવરમાં વટાવી લીધો હતો. પ્રથમ વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ રોહિત અને વિરાટે ભારતને શ્રેણી વિજય અપાવ્યો હતો. રોહિતે પોતાની આ શાનદાર ઈનિંગ દરમિયાન વનડે ક્રિકેટમાં પોતાના ૨૦૦ છગ્ગા પણ પૂરા કર્યા હતા.

માર્લોન સૈમુઅલ્સને રવિન્દ્ર જાડેજાએ કોહલીનાં હાથે કેચ આઉટ કરાવીને પવેલિયન ધકેલી દીધાં. ત્યાર બાદ શિમરોન હેટમેયર પણ એલબીડબલ્યૂનાં રૂપમાં રવિન્દ્ર જાડેજાનો શિકાર બની ગયાં. ખલીલ અહમદે ઓપનિંગ ક્રિકેટ રોવમેન પોવેલ (૧૬)ને પોતાનાં શોર્ટ બોલથી મિડવિકેટ પર ઉભા રહેલ શિખર ધવનનાં હાથે કેચ કરાવ્યો.

ફેબિયન એલીન (૪)ને બુમરાહે પોતાનો બીજો શિકાર બનાવ્યો. ત્યારે બાદ મુંબઇમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ તરફથી ફિફ્ટી કરવાવાળા હોલ્ડર (૨૫) અહીંયા પણ ટીમને સંકટથી નીકાળવા માટેનો પ્રયાસ કરી રહ્યાં હતાં પરંતુ ખલીલની બોલિંગ પર કેદાર જાધવને આસાનીથી કેચ આપની આઉટ થઇ ગયાં.

Previous articleવિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણ
Next articleક્રિકેટ ઓસ્ટ્રેલિયના ચેરમેન ડેવિડ પીવરે રાજીનામું આપ્યું