બોલિવૂડની બ્યુટી ક્વીન અને અમિતાભ બચ્ચનની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચનના જન્મ દિવસે ચાહકોએ આજે શુભેચ્છા પાઠવી હતી. સવારથી જ એશ પર શુભકામનાનો વરસાદ શરૂ થયો હતો. એશના લાખો ચાહકો રહેલા છે. દુનિયામાં એશના ચાહકો આજે પણ તેની ફિલ્મની રાહ જોતા રહે છે. ૪૫માં જન્મદિવસે એશે ખાસ ઉજવણી કરી હતી. તે પરિવારની સાથે રહી હતી. એશને હજુ પણ મુખ્ય અભિનેત્રીવાળી ભૂમિકા સાથે ફિલ્મો મળી રહી છે. એશ છેલ્લે ફન્ને ખાન ફિલ્મમાં નજરે પડી હતી. જેમાં તેની સાથે અનિલ કપુર અને રાજકુમાર રાવની ભૂમિકા હતી. અલબત્ત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી પરંતુ એશની માગ હજુ પણ અકબંધ રહી છે. તે હાલમાં નવી નવી ફિલ્મની પટકથા વાંચી રહી છે.