ટેલિવિઝન સિરિયલ પવિત્ર રિશ્તામાં અર્ચના નામનું પાત્ર કરતી અભિનેત્રી અંકિતા લોખંડેએ કહ્યું હતું કે મણીકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસી મારા માટે બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ગણી શકાય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના વેશે લડતી ઝલકારી બાઇની મહત્ત્વની ભૂમિકા અંકિતા ભજવી રહી છે. અંગ્રેજ સેના ઝલકારીબાઇને ઝાંસીની રાણી સમજીને લડતા રહ્યા. અંકિતાએ કહ્યું, કંગના રનૌત નિર્દેશિત આ ફિલ્મ મારા માટે બેસ્ટ ડેબ્યુ રોલ બની રહી. મારે પહેલી ફિલ્મમાં જબરદસ્ત રોલ કરવો હતો. મારું એ સપનું મણીકર્ણિકા ફિલ્મ પૂરું કરી રહી છે.
એમાં મને ઘોડેસવારી કરવા મળી, તલવારબાજી કરવા મળી, એક્શન દ્રશ્યો મળ્યાં અને રોલ પણ મહત્ત્વનો મળ્યો જે ઇતિહાસમાં નોંધાયેલો છે. આમ આ ફિલ્મ મારા માટે ડ્રીમ ડેબ્યુ બની રહી છે.
કંગના સાથે કામ કરવામાં મને ઘણો આનંદ આવ્યો અને કેટલુંક નવું શીખવા પણ મળ્યું. આ ફિલ્મ કરતી વખતે અંકિતાએ ફિટનેસ જાળવવા પર પણ ધ્યાન આપવાનું આવેલું.