ગાંધીનગરનાં એસપી મયુર ચાવડાએ તહેવારોનાં દિવસોમાં દારૂની બદીને ડામવા પોલીસને મેદાને ઉતારી દીધી છે. જેમાં ૯ દિવસમાં ૧૧૧ કેસ નોંધાયા છે.
ગત ૨૧મી ઓકટોબરથી તમામ પોલીસ સ્ટેશનો દ્વારા તેમજ ગાંધીનગર એલસીબીની ટીમો દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ તથા વેચાણ સ્થળો પર દરોડા પડી રહ્યા છે. ૧લી ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ૧૯૩ દરોડા પાડીને દેશી દારૂ તથા વિપુલ વોશ પકડીને નાશ કરાયો છે. જેમાં ૯ દિવસથી પ્રોહીબીશન ડ્રાઇવ યોજીન આવી પ્રવૃતિને ડામવામાં આવી રહી છે. ડ્રાઇવ દરમિયાન ૧૧૧ કેસો થયા છે અને ઘણા બુટલેગરોની પણ ધરપકડ થઈ છે. ૯ દિવસમાં માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૦, કલોલ તાલુકા પો.સ્ટે.માં ૨૭, કલોલ શહેરમાં ૯, સાંતેજ પોસ્ટે દ્વારા ૨૪, સેકટર ૭ દ્વારા ૧, ઇન્ફોસીટી દ્વારા ૪, પેથાપુર દ્વારા ૬, ચિલોડા દ્વારા ૬, ડભોડાની હદમાં ૪, રખીયાલની હદમાં ૨ તથા દહેગામની રદમાં ૯ અને અડાલજ પોલીસ દ્વારા ૯ કેસો કરવામં આવ્યા છે.