કલોલના રેલ્વે પૂર્વ વિસ્તારમાં એક અસ્થીર મગજની આધેડ મહિલા ફરતી હતી. જેની જાણ આરસોડીયા ગ્રામ પંચાયતના સભ્ય નિહાર કોઠીયાને થઇ હતી. સદસ્યએ સ્થળ પર પહોચી ૧૮૧ અભ્યમમાં ફોન કરી જાણ કરી હતી. અને રાત્રે હોમગાર્ડના જવાન ચીરાગભાઇ, પરેશભાઇ, લવભાઇ અને ભાવિકભાઇ સાથે રહી આ મહિલાને સમજાવી બેસાડી રાખી હતી. ત્યારે દોડી આવેલ અભ્યમની ટીમના સુરેખાબેન, કાજલબેન અને ફતેસિંહ દ્વારા આ મહિલાને સમજાવીને નારી ગૃહ ખાતે લઇ જવાઇ હતી.