વરતેજ પોલીસ મથકમાં એક વર્ષ પહેલા નોંધાવેલ ઈંગ્લીશ દારૂના કેસમાં ફરાર મુળ વરતેજ ગામનો હાલ કુંભારવાડા ખાતે રહેતા શખ્સને એસઓજી ટીમે કાળીયાબીડ ટાંકી પાસેથી ઝડપી લીધો હતો.
એસઓજી શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. પરમારની સુચનાથી પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા લગ્ધીરસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી આધારે ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન પ્રોહિ. એક્ટ કલમ ૬૬ (બી), ૬પ (ઈ), ૮૧ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી ભરતભાઈ ઉર્ફે ભોટુ જોધાભાઈ સાટીયા ઉ.વ.૩૮ રહે.વરતેજ દરબારગઢ, હાલ કુંભારવાડા અમર સોસાયટી ભાવનગરવાળાને કાળીયાબીડ પાણીની ટાંકી પાસેથી ઝડપી પાડી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસઓજીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. પરમાર તથા હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા, પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ, પ્રદિપસિંહ ગોહિલ, લગ્ધીરસિંહ ઝાલા જોડાયા હતા.