હેવમોર આઈસક્રીમ તેની ૭૪મી વર્ષગાંઠની ઉજવણી કરશે

719

હેવમોર આઈસક્રીમની સ્થાપના ૧૯૪૪માં ધનતેરસના પવિત્ર દિવસે થઈ હતી. આ ધનતેરસને તા.પ-૧૧-ર૦૧૮ના રોજ હેવમોરની ૭૪ વર્ષની સફર પૂર્ણ થઈ રહી છે.

છેલ્લા ૪ર વર્ષથી હેવમોર તેની વર્ષગાંઠની ઉજવણી તેના ગ્રાહકો સાથે વિશિષ્ટ ઉપહાર સાથે કરતી આવી છે તેજ રીતે આ વર્ષે પણ આ ઉજવણીના ભાગરૂપે ગ્રાહકો માટે દૂધમાંથી બનાવેલ તાજમહલ પ્રમિયમ આઈસક્રીમ સાથે ૪ આકર્ષક વરમોરા કંપનીના ફુડગ્રેડ, મલ્ટીપરપઝ, એરટાઈટ કન્ટેઈનર્સનો સેટ આપનાર છે, આ સાથે દિવાળી નિમિત્તે ૧પ ટકા ડિસ્કાઉન્ટની કુપન પણ રજૂ કરે છે.

આ વિશિષ્ઠ ઓફર ધનતેરસના દિવસે ગુજરાતભરના હેવફન પાર્લર તેમજ અગ્રગણ્ય હેવમોર આઉટલેટ ખાતે સારવારના ૮ વાગ્યાથી વહેલા તે પહેલા ના ધોરણે સ્ટોક હશે ત્યાં સુધી મળશે.

Previous articleસેકટર ર૮નો સુપ્રસિધ્ધ બગીચો રિનોવેશન બાદ ર નવે.થી ખુલ્લો મુકાશે
Next articleસાબરકાંઠા સેવા સહકારી મંડળીઓના સેક્રેટરીઓની કમૅયોગી ચિંતન શિબિર સંપન્ન