“કર્મયોગી ચિંતન શિબિર” માં બેન્કના ચીફ એકઝીક્યુટીવ એચ પી નાયક સાહેબે “કર્મયોગી ચિંતન શિબિર” માં હાજર રહેલ નાબાર્ડ-ડી.ડી.એમ નવલ કન્નોર સાહેબ તથા આપણા જીલ્લા ના ભૂતપૂર્વ જીલ્લા રજીસ્ટાર(સ.મંડળીઓ) જે.જે.શાહ સાહેબ , બેન્કના માં.ચેરમેન સાહેબ મહેશભાઈ એ પટેલ તથા સેવા સહકારી મંડળીઓના સેક્રેટરીશ્રીઓ નું શાબ્દિક અને પૂષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાબાર્ડ- ડી.ડી.એમ સાહેબ નાબાર્ડ ની હ્લર્ઁં-હ્લટ્ઠદ્બિીજિ ઁર્િઙ્ઘેષ્ઠીજિર્ ંખ્તિટ્ઠહૈડટ્ઠર્ૈંહ યોજના વિષે ખુબજ ઊંડાણપૂર્વક સમજુતી આપેલ હતી અને ખેડૂત સંગઠન વિષે સમજુતી આપી હતી તથા દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા અંગેનો જે નિર્ણય લીધેલ છે તેના અનુસંધાને ઉપસ્થિત તમામ મંત્રીઓ તથા બેન્કના ફિલ્ડ સ્ટાફ પાસે ભ્રષ્ટાચાર કરીશું નહી અને કરવા દઈશું નહી તે અંગેના શપથ લેવડાવેલ હતા.
આ સભામાં ઉપસ્થિત સાબરકાંઠા જીલ્લાના પૂર્વ જીલ્લા રજીસ્ટ્રાર અને ધી રાજ્ય સહકારી સંઘ લી.અમદાવાદ ના ટ્રેઈનીંગ ડાયરેક્ટર જે.જે.શાહ સાહેબે સરકારની સેવા મંડળીઓને લગતી જુદીજુદી સહાય યોજનાઓની ખુબ ઊંડાણ પૂર્વક સમજ આપી હતી સેવા મંડળીઓની કાર્યક્ષમતા વધારવા તેમજ સહકારી કાયદાની મહત્વની જોગવાઈઓની પણ સરળ ભાષામાં સમજુતી આપી હતી. સમારંભ ના અધ્યક્ષ અને સાબરકાંઠા બેન્કના યુવાન-ઉત્સાહી ચેરમેન મહેશભાઈ પટેલે દરેક તાલુકામાં પસંદગી પામેલ વસુલાત ક્ષેત્રે સુંદર કામગીરી કરનાર સેવા સહકારી મંડળીઓના સેક્રેટરી ઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા તેઓના મનનીય ઉદબોધનમાં સાબરકાંઠા બેન્કની ધિરાણ-વસુલાત પ્રક્રિયા માં સેવા મંડળીઓ તથા તેના સેક્રેટરીઓની પ્રેરક ભૂમિકાની મુક્ત પણે પ્રશંશા કરી હતી.ડીઝીટલ બેન્કિંગ ક્ષેત્રે બેન્ક દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓનો લાભ વધારવા સેવા મંડળીઓ હજુ પણ ઉત્કૃષ્ઠ ભૂમિકા ભજવી શકે તેમ જણાવેલ. આ પ્રસંગે દેશના માં.વડાપ્રધાનના વર્ષ ૨૦૨૨સુધીમાં ખેડૂતો ની આવક બમણી કરવામાટે સેવા મંડળીઓને બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવેલ માહિતી પુસ્તિકાની વિસ્તૃત છણાવટ કરી છેવાડાના માનવી સુધી આ સંદેશો પહોચાડી દેશ સેવાને અમુલ્ય કામગીરી કરવા અનુરોધ કયોૅ હતો.