એકતા દિવસ નિમિત્તે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

613

૩૧ ઓક્ટોંબર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઘોષણા કરવામાં આવી છે સમગ્ર દેશમાં એકતા જળવાઈ રહે તેવા હેતુથી દેશના તમામ પોલીસ સ્ટેશનમાં શપથ ગ્રહણ વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે રાણપુર પી.એસ.આઈ.એ પી સલૈયા ની હાજરીમાં શપથ ગ્રહણ વિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમા પી.એસ.આઈ.એ પી સલૈયા,હેડ કોન્સસ્ટેબલ જીજ્ઞેશભાઈ અને રાણપુર હોમગાર્ડ યુનિટના કમાન્ડર દેવેન્દ્રસિંહ ચુડાસમાએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી દેશની એકતા અખંડતા અને સુરક્ષા માટે શપથ લેવડાવ્યા હતા જેમા રાણપુર પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ સ્ટાફ હાજર રહ્યો હતો.

Previous articleનલીનીબેન જાડેજાનું વ્યાખ્યાન યોજાયું
Next article“રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે બોટાદ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો