“રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે બોટાદ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

923

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિ નિમિત્તે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બોટાદ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો.            આ પ્રસંગે યોજાયેલ રેલીને જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સજ્જનસિંહ પરમારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી માર્કેટીંગયાર્ડ થી લઈ સરકારી હાઈસ્કુલ ખાતે પહોંચી હતી. જ્યાં પોલીસ કર્મીઓ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. આ તકે રાષ્ટ્રની એકતા – અખંડતા માટે ઉપસ્થિત સૌએ શપથ લીધા હતા.

આ કાર્યક્રમમાં અધિક કલેકટર બી.વી.લીંબાસીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી બી. એમ. પટેલ સહિતના અધિકારી – કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી – શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleએકતા દિવસ નિમિત્તે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો
Next articleસિહોરના ધર્મનગરને હરિયાળુ બનાવવા વૃક્ષારોપણનું આયોજન