અમિતાભ બચ્ચનના જન્મદિને ફોટોગ્રાફર અજય જાડેજાએ ફોટોની ગીફટ આપી

813

ફિલ્મ મહાનાયક અમિતાભ બચ્ચનના જન્મદિન પહેલા બે દિવસ કેબીસીમાં બેઠેલા ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અજય જાડેજાએ અમિતાભ બચ્ચનને ગુજરાતભરમાંથી લીધેલી બીગ-બીની લાક્ષણીક તસ્વીરો ભેટ કરી. ગુજરાતમાં આવેલા બીગ-બીના ફોટો જોઈને તેમણે આશ્ચર્યથી કહ્યું કે ઓહ એ તો ગુજરાત કી ફોટો હૈ અને બે હાથથી તસ્વીરો જોવા લાગ્યા, દરેક સમયની તેમની લાક્ષણિક તસ્વીર તેઓને ખુબ જ ગમી, સાથે વેળાવદર, ભાવનગરની તસ્વીરો પણ ગમી, અજય જાડેજા દ્વારા અભિષેક બચ્ચન અને જય બચ્ચનની તસ્વીરો પણ ભેટ કરી હતી. અજય જાડેજાનું પરિવાર કીબીસીમાં હાજર હતું ત્યારે આ ફોટોની ભેટ કરવામાં આવી હતી. અમિતાબે અજય જાડેજને ખાસ પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે.

Previous articleસિહોરના ધર્મનગરને હરિયાળુ બનાવવા વૃક્ષારોપણનું આયોજન
Next articleદેશી ખાતર અને માવજત થકી થતું રીંગણાનું ઉત્પાદન