રાજુલા તાલુકાના ભેરાઈ ગામે એકતાયાત્રાનું ભવ્ય સ્વાગત

908

રાજુલા તાલુકાના ભેરાઈ ગામે ભરત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની એકતા યાત્રાના અંતિમ ચરણમાં પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ગામના સરપંચ બાઉભાઈર ામ દ્વારા દબદબા ભર્યુ સ્વાગત અને એકતા રથમાં સર્વ જ્ઞાતિ એકતાના શપથ લેવાયા.

રાજુલા તાલુકાના ભેરાઈ ગામે આહીર સમાજની એકતાના દર્શન થાય ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટિના અંતિમ ચરણમાં એકતાયાત્રના ઈન્ચાર્જ રવુભાઈ ખુમાણ, તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, માજી તાલુકા પંચાયત પ્રમુખ વલકુભાઈ બોસ, સરપંચ એસોસીએશન તાલુકા પ્રમુખ વિરભદ્રસિંહ ડાભીયા, જિલ્લા પંચાયતના શુકલભાઈ બલદાણીયા, કમલેશભાઈ મકવાણા, તાલુકા વિકાસ અધિકારી એન.પી. ત્રિવેદી સહિત તાલુકા પંચાયતના સ્ટાફ સહિતનું સરપંચ બાઉભાઈ રામ દ્વારા પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની રથમાં બિરાજમાન હોય તેને હારતોરા કર્યા બાદ તમામ આવેલ એકતા યાત્રામાં મહાનુભાવો જેમાં કોંગ્રેસ ભાજપનો ભેદભાવ રાખ્યા વિના બહુ સંખ્યક આહીર સમાજ દ્વારા મહાનુભાવોનું સરપંચ બાઉભાઈ રામે અકલ્પનીય સ્વાગત સન્માન કરાયું અને આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જન્મ જયંતિએ ગામ લોકોમાં કાયમી એકતા જળવાઈ રહે તેવા શપથ લેવાયા.

Previous articleબોટાદ ખાતે દિવ્યાંગ ભાઈ – બહેનો માટે જિલ્લા કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ યોજાયો
Next articleસવારકુંડલા પીએસઆઈ જોશીનો વિદાય સમારોહ