બોટાદ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વ્રારા આયોજિત અને વિકલાંગ પરિવર્તન ટ્રસ્ટ બોટાદના સહયોગથી આજે બોટાદ ખાતે આવેલ એમ.ડી.શાહ વિદ્યાલય, પાળીયાદ રોડ, બોટાદ ખાતે દિવ્યાંગ ભાઈ – બહેનો માટે જિલ્લા કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ યોજાયો હતો.
આ સ્પે.ખેલ મહાકુંભમાં બોટાદ જિલ્લાના કુલ – ૧૯૫ દિવ્યાંગ ભાઈ – બહેનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમા કુલ – ૧૭૩ જેટલા દિવ્યાંગ ભાઈ – બહેનોએ ૩ – વયજૂથ અને ૪ – કેટેગરી મુજબ ભાગ લીધો હતો. આ ખેલ મહાકુંભમાં લાંબી કૂદ, ઊંચી કૂદ, ચક્રફેંક, ટ્રાઈસિકલ રેસ, વ્હિલચેર હર્ડલ રેસ, ભાલાફેંક, ગોળાફેંક તથા ૧૦૦ મી.દોડ સહિતની કુલ – ૮ જેટલી વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા રમત ગમત અધિકારી નરેશ ગોહિલ, શિક્ષણ સમિતિના ચેરમેન કિશોરભાઈ પીપાવત, ભાવનગર યુનિવર્સીટી સેકશન ઓફિસર ઈલાબેન દવે, વિકલાંગ પરિવર્તન ટ્રસ્ટના મંત્રી મનસુખભાઈ સોલંકી, રણછોડભાઈ મેર, પાર્થ કેરીયર એકડેમી ચુડાસમા, પ્રવિણભાઈ રોજાસરા તથા અધિકારી – પદાધિકારીઓ, નિર્ણાયક, કન્વીનર, દિવ્યાંગ ભાઈ – બહેનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.