રાજુલા જાફરાબાદ ચારનાળા સુધીનો નેશનલ હાઈવે રોડમાં ર-ર ફુટના ખાડાનો રોડ બન્ને તાલુકાના આગેવાનોની ગંભીર રજુઆતોને યુવ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ ઉચ્ચકક્ષાની રજુઆત ફળી તાબડતોબ હીંડોરડાથી ચારનાળાનો નવો રોડ પુર્ણતાએ પહોંચ્યો.
વારંવાર અહેવાલ જે રાજુલા જાફરાબાદના આગેવાનો રાજુલા વેપારી એસોસીએશન પ્રમુખ બકુલભાઈ વોરા, જાફરાબાદ તાલુકા પંચાયતના કરણભાઈ બારૈયા, નગરપાલિકાના સરમણભાઈ બારૈયા, પુર્વ નગરપાલિકા પ્રમુખ ભગુભાઈ સોલંકીની રજુઆતને પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી કે રાજુલા હીંડોરડાથી ૪ નાળા સુધીનો નેશનલ હાીવે ગાડા માર્ગ્ કરતા બહેતર બની ર-ર ફુટના ખાડા પડી ગયેલ હોય આ રોડ પરથી ભાવનગર સોમનાથ દ્વરીકા જેવા તિર્થસ્થાનોના પેસેન્જરો તેમજ આ રોડ પરથી ૪ થી પ મહાકાય કંપનીઓના ર૪ કલાક વાહનો તેમજ કંપનીના કર્મચારીગણો તેમજ જાફરાબાદમાં મોટાપાયે મચ્છઉદ્યોગનું બંદરથી દેશ પરદેશમાં વેપાર થતો હોય પણ તંત્રની બેદરકારીથી વારંવાર રજુઆતોને ધોળીને પી જનારા નેશનલ હાઈવે જે હાલ ફોરટ્રેક રોડ નવોબ નતો હોવા છતા હીંડોરડાથી ૪ નાળા રોડના ર-રફુટના ખાડા દેખાયા નહી ? તેવો વેધક સવાલ ઉચ્ચકક્ષાએ રજુ કરતા ગાંધીનગરથી તાબડતોબ નેશનલ હાઈવે ફોરેટ્રેક તંત્રના લાગતા વળગતા અધિકારીઓ દોડી આવ્યા અને હિંડોરડાથી ચાર નાળા સુધીનો નવો રોડનું કામ પુર્ણતાને આરે પહોંચ્યું ભલે ધારાસભ્ય પદ હીરાભાઈ પાસે ન હોય પણ રાજુલા જાફરાબાદ કે ખાંભાની જનતાની મુશ્કેલીઓમાં આ માણસ રાત દિવસ જોયા વિના હાલમાં પણ જનતાના કામો તેટલા જ કરે છે. આ બાબતે રાજુલા જાફરાબાદના આગેવાનો ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરાએ આભાર વ્યકત કરેલ.