અમરેલીમાં મોદી (નિકુંજભાઈ)ની ગુજરાતી ફીલ્મોમાં થતી જબરદસ્ત એન્ટ્રી

752

અમરેલી જિલ્લાનુ ગૌરવ કહી શકાય અને અમરેલી ટાવરચોક પાસે રહેતા વ્યવસાયે કોમ્યુટર એન્જીનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કરીને તેમણે ફીલ્મનું એડીશન આપતાં તેઓ સીલેકટ થઈ જતા ફિલ્મોમાં કોઈપણ ગોડફાધર વગર સ્વમેળે તેમને બે ગુજરાતી ફીલ્મો સાઈન કરવા મળી તેમા ‘બોલ ગાંધી બોલ’ અને સફળતા ઝીરો કીલોમીટરમાં લીડીંગ રોલમાં અભીનયનાં અજવાળા પાથરશે આ એક અમરેલી જિલ્લાનું ગૌરવ કહી શકાય ગુજરાતી ફિલ્મોમાં પર્દાપણ થતા સમગ્ર અમરેલીમાં તેમજ તેમની કપોળ જ્ઞાતીમાં હર્ષની લાગણી ફેલાણી છે.

આ ઉપરાંત પ્રખ્યાત ટી.વી. ચેનલો જેવી કે સોની ટી.વી. ચેનલમાં ‘જાને ક્યાં હોગા આગે’., સબ ટી.વી. ચેનલમાં ‘ક્રિષ્ના દાસી મીરા’., કલર ગુજરાતી ટીવી ચેનલમાં ‘મહેક મોટા ઘરની વહુ’ ‘સુરી લાવશે સપનાની સવાર’માં અભનીય કર્યો.

તેમનાં મિલનસાર સ્વભાવ કર્મનિષ્ઠ સહનશીલ કાર્ય પ્રત્યેની વિશેષ સુચી અને સમયનાં પરફેકશનને કારણે તેમજ આગવી કોઠા સુઝના કારણે ગુજરાતી ફિલ્મમાં અગ્રગણ્ય પ્રમોટર (પૈસાનું રોકામ કરનાર)તેમજ ડાયરેકટર એક્ઝયુકેટીવ પ્રોડ્યુસર તરીકે જવાબદારી પૂર્વકનું કાર્ય આપ્યુ અને ‘કંઈક કરને યાર’ગુજરાતી ફિલ્મ સફળતા પૂર્વક પૂર્ણ કરી.

અમરેલી જીલ્લો તેમજ કપોળજ્ઞાતીનાં લોકો અમરેલીનાં મોદી (નિકુંજભાઈ)સતત આગળ વધતા રહે તેના કાર્યમાં સફળતા મળતી રહે તેવી શુભકામના.

Previous articleઆજે શેત્રુંજી ડેમમાંથી પિયત અર્થે પાણી છોડાશે
Next articleદહીથરા ગામના પશુપાલકો દ્વારા પાણી, ધાસચારાની વ્યવસ્થા કરવા માંગણી કરી