લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર દહીંથરા સહિતના ખેડૂતો પશુપાલકોએ પ્રાંત અધિકારી બોડાણાઅને તાલુકા પંચાયત પ્રમુખ તળાવીયાને આવેદન પત્ર પાઠવી પાક વીમો ચૂકવવા અને ઘાસચારો પાણી સહિતની વ્યવસ્થા કરવાની માંગ કરાય હતી.
લાઠી પ્રાંત કચેરી ખાતે દહીંથરાના સરપંચ બટુકભાઈ રાઠોડની આગેવાનીમાં મેથલી કાચરડી નાનારાજકોટ પીપળવા સહિતના ખેડૂત અને પશુપાલકોએ વિશાળ સંખ્યામાં સરકારને આવેદન પત્ર પાઠવી વિવિધ માંગ કરી હતી વીજ બિલ માફ કરવા પાણી અને ઘાસચારાની વ્યવસ્થા ઉપરાંત પાકવીમો ત્વરિત ચૂકવી આપોની માંગ કરતી રેલી રૂપે દહીંથરાના સરપંચની આગેવાનીમાં પ્રથમ તાલુકા પંચાયત કચેરીએ તાલુકા પંચાયત પ્રમુખ તળાવીયાને સાથે રાખી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી વિવિધ માંગ કરી હતી.