શહેરનાં કુંભારવાડા હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા શખ્સને બોરતળાવ પોલીસે રેડ કરી ઝડપી લીધો હતો જ્યારે આ ગુનાના મુખ્ય સુત્રધાર સહિત ત્રણ શખ્સો નાસી છુટ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના કુંભારવાડા સર્કલ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા રમાડતો શખ્સ નરેન્દ્રસિંહ ઉર્ફે મોટીયો ઘનશ્યામસિંહ ગોહિલ રે. કુંભારવાડા હાઉસીંગ બોર્ડ વાળાને બોરતળાવ પોલીસ સ્ટાફે રેડ કરી રોકડ રૂા.૧૧,૮૦૦ અને જુગારની ચીઠ્ઠીઓ સાથે ઝડપી લીધા હતો જેની પુછપરછ કરતા હેમરાજસિંહ ઉર્ફે હકુભાને ત્યાં નોકરી કરતો હોવાનું જ્યારે ફરાર થયેલ રફીક અહેમદ ઘાંચી તથા જયપાલસિંહ ગોહિલ હોવાનું જણાવતા પોલીસે કુલ ચાર શખ્સો વિરૂધ્ધ જુગાર ધારાની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.