કેન્દ્ર સરકારની ખેડુતો માટેની આશા અમ્બ્રેલા યોજના ભાવનગર સહિત તમામ તાલુકા સ્થિત માર્કેટયાર્ડમાં લાગુ કરવાની માંગ સાથે અચોકકસી મુદતી હડતાલનો પ્રારંભ થયો છે.
સમગ્ર દેશના ખેડુતો તથા વેપારીઓ માટે કેન્દ્ર સરકારે ખાસ યોજના આશા-અમ્બ્રેલા જાહેર કરી છે. ખેત જણસ વેચાણમાં પારદર્શકતા, ઉપરાંત સબસીડી સહિતના લાભો સિધ્ધા જ ખેડુતોના ખાતામાં જમા થાય અને મહદ અંશે ભ્રષ્ટાચાર નિવારી શકાય તેવી આ યોજના ખેડૂતો, વેપારીઓ માટે બહુવિદ્દ લાભદાયક યોજનાનું રાજયમાં ચુસ્તપણે અમલીકરણ થાય તેવી માંગ ખેડુતો વેપારીઓ કરી રહ્યા છે અને જયાં સુધી માંગ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી રાજયભરના તમામ માર્કેટયાર્ડમાં ખરીદ-વેચાણ બંધ રાખી હડતાળનું રણશીંગુ ખેડુતો દ્વારા ફુંકવામાં આવ્યું છે.
જેને લઈને શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પન્ન બજાર ખાતે અનાજ, કઠોળ, કપાસ સહિતની ખેત પેદાશોનું વેચાણ બંધ રાખી વિરોધ દર્શાવ્યો છે. અને માંગ કરી છે કે કેન્દ્ર સરકારે જાહેર કરેલ યોજના સત્વરે લાગુ કરવામાં આવે. ભાવનગર માર્કેટ યાર્ડ સાથે તળાજા, પાલિતાણા અને ગારિયાધાર માર્કેટયાર્ડ પણ આ હડતાળમાં જોડાયા છે.
બાગાયત ખાતા દ્વારા વિવિધ યોજનાઓ જાહેર
ફળફળાદી તથા બાગાયત ખેતી કરતા, ખેડુતો માટે રાજય સરકાર દ્વારા પ્રોજેકટ અંતર્ગત સબસીડી – સહાય મળવા પાત્ર હોય જે સહાય મેળવવા ઈચ્છુક ખેડુતોએ આધારભૂત દસ્તાવેજો સાથે બાગાયત વિભાગમાં લેખીત તથા ઓનલાઈન અરજી કરી શકશે. જે માટે આઈ ખેડુત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી પ્રિન્ટ લેવી. ૭-૧ર-૮ આ તથા ૧૬ નંબરના તાજેતરમાં ચાલુ વર્ષના દાખલાઓ, બાહેધારી પત્ર, જાતિ અંગેનું પ્રમાપત્ર,આધારકાર્ડ, પ્રોજેકટ રીપોર્ટ, એગ્રીમેન્ટ, ખાતાએ નક્કી કરેલ નમુના પ્રોજેકટની ડિજાઈન સહિતની બે નકલો જોડવી રહેશે.