દિપાવલી બેસતુ વર્ષ સહિતના પર્વો આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નગરવાસીઓ દ્વારા આ પર્વની ઉઝવણી અર્થે તડામાર તૈયારીઓ અંતિમ ચરણમાં જણાઈ રહી છે.
વિરવિક્રમ સંવંત ર૦૭૪નું સમાપન નજીક આવી રહ્યું છે. અને નવા વર્ષની શરૂઆત પુર્વે શહેરવાસીઓ દ્વારા પ્રકાશ- ઓજસના પર્વ દિપાવલી નુતનવર્ષ માટેની ઉજવણી આવકારવા તૈયારીઓ આરંભી દિધી છે. પ્રત્યેક ધોરમાં સાફ-સફાઈ રંગ રોગાન સાથે ડેકોરેટ કરવા માટે તથા કપડા, ઈલેકટ્રોનિક ઉપકરણો સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે બજારોમાં સવારથી મોડીરાત સુધી લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જો કે આ વર્ષ શિક્ષણ ક્ષેત્રેના શૈક્ષણિક સત્રમાં ફેરફાર જાયો હોય નવરાત્રી વેકેશનના પગલે તા. પ નવેમ્બરથી દિવાળી વેકેશનની શરૂઆત થશે હાલ પરિક્ષાઓ ચાલી રહી છે એ જ રીતે હિરાઉદ્યોગ સહિતના બાવસાળી એકોમમાં પણ પ-૬ તારીખથી દિવાળી વેકેશનો જાહેર થશે. વ્યવસાય અર્થે અન્ય શહેરોમાં સ્થાયી થયેલા લોકપર્ણ મંદિરે વતન રાહ પકડશે ગ્રામ્ય પંથકમાં પણ ભારે ચહલ પહલ જોવા મળશે.