એરસેલ મામલે ચિદમ્બરમની ૨૬મી સુધી ધરપકડ નહીં થાય

862

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને આજે કામચલાઉ રાહત મળી ગઈ હતી. કારણ કે, હવે બંનેની ૨૬મી નવેમ્બર સુધી ધરપકડ કરી શકાશે નહીં. ચકચારી એરસેલ-મેક્સિસ કેસમાં ચિદમ્બરમને કામચલાઉ રાહત મળી ગઈ હતી. બંનેની ધરપકડ ૨૬મી નવેમ્બર સુધી થઇ શકશે નહીં. દિલ્હી કોર્ટે ધરપકડથી રક્ષણની અવધિ ૨૬મી નવેમ્બર સુધી વધારી દીધી હતી. સીબીઆઈ અને ઇડી તરફથી ઉપસ્થિત રહેલા એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સીબીઆઈ સ્પેશિયલ જજ ઓપી સૈનીને કહ્યું હતું કે, અમારી પાસે હવે ઓછો સમય રહ્યો છે.

ચિદમ્બરમ બિલકુલ સહકાર કરી રહ્યા નથી. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે, ગુરુવારના દિવસે ચિદમ્બરમની આગોતરા જામીન અરજીના સંદર્ભમાં તે જવાબ દાખલ કરશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઇકાલે કોર્ટમાં કહ્યું હતું કે, ચિદમ્બરમની કસ્ટોડિયલ પુછપરછ જરૂરી બની ગઈ છે. તપાસમાં ચિદમ્બરમ સહકારી આપી રહ્યા નથી.

આજે ધરપકડથી રાહત મળતા ચિદમ્બર તહેવારની ઉજવણી ઘરમાં જ કરી શકશે. ચિદમ્બરમે આ વર્ષે અનેક પ્રકારની કાયદાકીય ગૂંચનો સામનો કર્યો છે. કોર્ટે ૮મી ઓક્ટોબરના દિવસે ચિદમ્બરમ અને તેમના પત્ર કાર્તિને ધરપકડથી વચગાળાની સુરક્ષાની અવધિ વધારીને પહેલી નવેમ્બર કરી દીધી હતી. ચિદમ્બરમે આ વર્ષે ૩૦મી મેના દિવસે ધરપકડથી બચવા માટે અરજી દાખલ કરી હતી. ત્યારબાદથી ચિદમ્બરમને અનેક વખત રાહત મળી ચુકી છે.  એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૨૫મી ઓક્ટોબરના દિવસે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આની સાથે જ ચિદમ્બરમની મુશ્કેલીમાં વધારો થયો હતો. ઇડી દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં પુરક ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં કુલ નવ લોકોને આરોપી બનાવામાં આવ્યા છે. ખાસ બાબત એ હતી કે, ચિદમ્બરમને આરોપી નંબર ૧ તરીકે બનાવવામાં આવ્યા હતા.

પટિયાલા હાઉસ કોર્ટે આની સાથે જ આ મામલાની સુનાવણીની તારીખ પણ નક્કી કરી દીધી હતી. ચાર્જશીટ ઉપર સુનાવણી ૨૬મી નવેમ્બરના દિવસે શરૂ થશે. અગાઉ આજે સવારે ચિદમ્બરમને આઈએનએક્સ મિડિયા કેસમાં દિલ્હી હાઈકોર્ટથી આંશિક રાહત મળી હતી. કાર્તિ ચિદમ્બરમ દ્વારા વર્ષ ૨૦૦૬માં એરસેલ-મેક્સિસ ડિલ હેઠળ વિદેશી મૂડીરોકાણ પ્રોત્સાહન બોર્ડ (એફઆઈપીબી)ની મંજુરી મળવાના મામલામાં તપાસ સીબીઆઈ અને ઇડી દ્વારા કરવામાં આવી રહી છે. એ વખતે ચિદમ્બરમ નાણામંત્રી તરીકે હતા. તેમના ઉપર આક્ષેપ છે કે, તેઓએ એરસેલ-મેક્સિસને એફડીઆઈની ભલામણો માટે આર્થિક મામલાઓની કેબિનેટ સમિતિની ભલામણોને નજરઅંદાજ કરી દીધી હતી. ઇડીના કહેવા મુજબ એરસેલ-મેક્સિસ ડિલમાં ચિદમ્બરમ દ્વારા કેબિનેટની મંજુરી લીધા વગર જ મંજુરી આપી હતી જ્યારે આ બિલ ૩૫૦૦ કરોડ રૂપિયાનું હતું. ઇડીએ ચિદમ્બરમના પુત્ર કાર્તિ સામે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ તેમની સામે પુરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી.

Previous articleતેલંગણામાં માઓવાદી હુમલા થવાનો ખતરો : એલર્ટ ઘોષિત
Next articleભાજપ વિરોધી મોરચાને લઇને કવાયત : દિલ્હીમાં બેઠકનો દોર