પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન બિજીંગ પહોંચ્યા, બંને દેશો વચ્ચે વિવિધ કરારો થઇ શકે

612

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તેની પ્રથમ ચીન યાત્રા દરમિયાન બિજીંગ પહોંચ્યા છે. તાજેતરના વર્ષોમાં આ યાત્રાને કોઈપણ પાકિસ્તાની વડાપ્રધાનની સૌથી મહત્વપૂર્ણ ચીન યાત્રા માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, જૂના મિત્રો વચ્ચે સીપીઈસી પર ચાલી રહેલા વિવાદ અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની કડક શરતો સાથેના બેલઆઉટ પેકેજથી બચવા આ યાત્રા દરમિયાન ચર્ચા કરવામાં આવશે.ઈમરાન ખાન તેની ચાર દિવસની મુલાકાતે શુક્રવારે બિજીંગ પહોંચ્યા હતા. અગાઉ નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ઈમરાન ખાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન લી ક્વિંગ સાથે મુલાકાત કરશે. બંને દેશો વચ્ચે વિવિધ કરારો પર હસ્તાક્ષર થવાની પણ સંભાવના છે. ઉપરાંત ઈમરાન ખાન ૫ નવેમ્બરે શાંઘાઈમાં યોજાનારા ચીનના આંતરરાષ્ટ્રીય ઈમ્પોર્ટ એક્સપોની પણ મુલાકાત કરશે.

પાકિસ્તાની મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાન ઈમરાન ખાનની ચીન યાત્રામાં તેમની સાથે વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરૈશી, નાણાંપ્રધાન અસદ ઉમર, વાણિજ્ય અને વ્યાપાર મામલાના સલાહકાર અબ્દુલ રઝ્‌ઝાક દાઉદ, રેલવેપ્રધાન શેખ રશીદ સહિતના નેતાઓ પણ ઈમરાન ખાનની સાથે ચીન યાત્રા પર ગયા છે.

ઈમરાન ખાનના ચીન પ્રવાસથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આઈએમએફના બેલઆઉટ પેકેજથી બચવા ઈમરાન ખાન ચીન પાસે વધુ આર્થિક સહાયતાની માગણી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાને હાલમાં જ તેમની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન આશરે ત્રણ અબજ ડોલરની આર્થિક સહાય મેળવી હતી.

Previous articleખશોગી ગુમ થયા બાદ સાઉદી પ્રિન્સે ટ્રમ્પના જમાઇને ફોન કર્યો હતો : રિપોર્ટ
Next articleરૂપિયાની નબળાઈને કારણે ભારતમાં કંપની દબાણ અનુભવી રહી છેઃ એપલના સીઈઓ